Sun Aug 30 2026

Logo

વોટસએપ અને ટેલિગ્રામના યુઝર્સ નેમ ફીચર બાદ સરકાર સખ્ત, નવા નિયમો જાહેર કરાશે

2026-07-13 18:12:06
Author: Chandrakant Kanoja
વોટસએપ અને ટેલિગ્રામના યુઝર્સ નેમ ફીચર બાદ સરકાર સખ્ત, નવા નિયમો જાહેર કરાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા એપની તમામ અપડેટ પર સતત નજર રાખી રહી છે. જેમાં કેન્દ્ર સરકારે વોટસએપ અને ટેલિગ્રામના યુઝર્સ નેમ ફીચરની નોટીસ બાદ તેમના દ્વારા અપાયેલા જવાબની તપાસ કરી રહી છે. તેમજ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ અંગે સરકાર ટૂંક સમયમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક સમાન નિયમ જાહેર કરશે. 

મંત્રાલયને  વોટસએપનો જવાબ મળ્યો છે 

જેમાં સાયબર સુરક્ષા અહેવાલના લોન્ચિંગ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે મંત્રાલયને  વોટસએપનો જવાબ મળ્યો છે અને આગામી કાર્યવાહીનો નિર્ણય લેતા પહેલા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. 

સમીક્ષા પછી કોઈપણ પગલાં લેવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું કે, આ જવાબ ગયા અઠવાડિયે મળ્યો હતો. અમે જવાબની તપાસ કરી રહ્યા છીએ અને તે સમીક્ષા પછી કોઈપણ પગલાં લેવામાં આવશે.

ફિશિંગ અને ડિજિટલ એરેસ્ટને પ્રોત્સાહન

ઉલ્લેખનીય છે કે, મંત્રાલયે અગાઉ વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલને નોટિસ ઇસ્યુ  કરી હતી. જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે યુઝરનેમ-આધારિત મેસેજિંગ  જે યુઝર્સના ફોન નંબર જાહેર કર્યા વિના વાતચીતની મંજૂરી આપે છે. જે  ફિશિંગ અને ડિજિટલ એરેસ્ટને પ્રોત્સાહન આપે છે.