Mon Jul 13 2026

Logo

સાવધાન! શું તમને પણ RBIના નામે WhatsApp મેસેજ મળ્યો છે? તે ફ્રોડ હોઈ શકે છે!

2026-07-13 17:28:12
Author: Darshana Visaria
Article Image

Chat GPT Generated Image


હાલમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નામે એક ભ્રામક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં યુઝર્સને 'ડિજિટલ કરન્સી'માં રોકાણ કરવા કે તેને સમજવા માટે લલચાવવામાં આવે છે. આરબીઆઈએ આ અંગે દેશના નાગરિકોને સાવધ કર્યા છે અને જણાવ્યું છે કે આ એક ફ્રોડ હોઈ શકે છે.

શું છે આ ફ્રોડ?

સાયબર ગુનેગારો આરબીઆઈના લોગો અને નામનો ઉપયોગ કરીને લોકોને એવો વિશ્વાસ અપાવે છે કે તેઓ આરબીઆઈની ડિજિટલ કરન્સી સાથે જોડાઈ રહ્યા છે. તેઓ યુઝર્સને કોઈ અજાણી લિંક પર ક્લિક કરવા અથવા અજાણી એપ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરે છે. એકવાર લિંક પર ક્લિક કરતા જ, તમારા બેંક ખાતાની માહિતી ચોરાઈ શકે છે અથવા તમારો ફોન હેક થઈ શકે છે.

ફ્રોડથી બચવા માટે શું કરશો? 

સત્તાવાર માહિતી પર જ ભરોસો કરો: 
કોઈપણ એવી લિંક પર ક્લિક ન કરો જે અજાણ્યા નંબર પરથી આવી હોય. આરબીઆઈ પોતાની કોઈપણ સત્તાવાર યોજના કે કરન્સી માટે સામાન્ય નાગરિકોને સીધા વોટ્સએપ મેસેજ કે લિંક મોકલતી નથી. હંમેશા આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ (rbi.org.in) પર જ તપાસ કરો.

વ્યક્તિગત માહિતી શેર ન કરો: 
ક્યારેય પણ તમારો ઓટીપી, બેંક એકાઉન્ટ પાસવર્ડ, પિન કે યુપીઆઈ આઈડી કોઈ અજાણી વ્યક્તિ કે લિંક સાથે શેર ન કરો. બેંક ક્યારેય પણ તમારી પાસે ફોન કે મેસેજ પર આવી માહિતી માંગતી નથી.

અજાણી લિંક્સથી દૂર રહો: 
જો તમને કોઈ મેસેજમાં "ડિજિટલ કરન્સીમાં રોકાણ કરો" કે પછી "વધુ વળતર મેળવો" જેવી લાલચ આપવામાં આવતી હોય, તો સમજી લેવું કે તે ફ્રોડ છે. આવી લિંક પર ક્લિક કરતા પહેલાં એકવાર બે વાર વિચારો અને તેને તાત્કાલિક ડિલીટ કરો.

શું કરવું જોઈએ?
જો તમને આવો કોઈ શંકાસ્પદ મેસેજ મળે, તો તેની ફરિયાદ તરત જ સ્થાનિક સાયબર પોલીસ સ્ટેશનમાં અથવા www.cybercrime.gov.in પોર્ટલ પર કરો. જાગૃતિ જ આ પ્રકારના ફ્રોડથી બચવાનો એકમાત્ર રસ્તો છે.