Thu Sep 10 2026

Logo

રામ મંદિર સીઇઓ પદ માટે અરજીઓ મંગાવાઇ, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ

2026-07-13 17:20:24
Author: Chandrakant Kanoja
રામ મંદિર સીઇઓ પદ માટે અરજીઓ મંગાવાઇ, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ ચાલી રહી છે. તેવા સમયે રામ મંદિરના સંચાલન માટે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્ય કાર્યકારી અધિકારી( CEO)ના  પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી છે. 

અરજદારની ઉંમર 50 થી 70 વર્ષની વયની હોવી જોઇએ

આ અંગે એક  જાહેરાત આપવામાં આવી છે. જેમાં સીઇઓની  નિમણૂક ત્રણ વર્ષની રહેશે અને પગાર પરસ્પર ચર્ચા બાદ દ્વારા નક્કી કરવામાં આવશે. તેમજ  અરજદારો માટે પ્રાથમિક લાયકાત તેઓ હિન્દુ હોવા જોઈએ. તેમજ 18 જુલાઈ સુધી અરજીઓ સબમિટ કરી શકાય છે. જેમાં અરજદારની ઉંમર 50 થી 70 વર્ષની વયની હોવી જોઇએ. તેમજ  અરજદાર માટે હિન્દી અને અંગ્રેજી ભાષામાં નિપુણતા ફરજિયાત છે.

આ ઉપરાંત રામ મંદિર ટ્રસ્ટના સીઈઓ પદ માટે અરજદાર સક્રિય હિન્દુ અને ભગવાન રામનો વૈષ્ણવ ભક્ત હોવો જોઈએ. તેમજ  20 વર્ષનો અનુભવ ફરજિયાત છે. વરિષ્ઠ વહીવટી ભૂમિકાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના સંચાલનમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. 18 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યા સુધી અરજીઓ સબમિટ કરી શકાશે.

ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી 

રામ મંદિરમાં દાન ચોરીની ઘટના બાદથી જ સંચાલન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ અંગે રામ મંદિર નિર્માણ  સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ટિપ્પણી કરી હતી કે આ ઘટના તેમના માટે શરમજનક અને કલંક છે. તેમજ મંદિર માટે સીઈઓની નિમણૂક કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.