હૈદરાબાદઃ સાઉથની ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક્ટિંગના ફેન્સ ઘણા બધા છે. પુષ્પા-2 બાદ અલ્લુ અર્જુનની પોપ્યુલારિટી વર્લ્ડ લેવલ પર વધી ચૂકી છે. ભારતીય સિને જગતના મોટા સ્ટાર તરીકે અલ્લુ અર્જુન હવે નવી ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મ સિવાય પણ અલ્લુ અર્જુન ઓફ સ્ક્રિન લાઈફ ઘણી સાદી રીતે જીવે છે. અલ્લુ અર્જુનની જેમ એમની પત્ની સ્નેહા રેડ્ડીનો સ્વભાવ પણ ઘણો સારો છે. પણ સ્નેહા કોઈ બોલિવૂડ કે સાઉથની ફિલ્મની એક્ટ્રેસ નથી.
કોણ છે સ્નેહા રેડ્ડી
સ્નેહા રેડ્ડી એક બિઝનેસ વુમન છે. સ્નેહાના પિતા સીએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ચેરમેન છે, જેમાં દીકરી પ્લેસમેન્ટ અને એકેડેમિક વિંગના ડાયરેક્ટર છે. સ્નેહા રેડ્ડી અને અલ્લુ અર્જુન પહેલીવાર અમેરિકામાં મળ્યા હતા. અમેરિકામાં પહેલીવાર એમની બન્નેની મુલાકાત થઈ હતી. રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુન પોતાના મિત્રના લગ્નમાં ગયા હતા. આ કાર્યક્રમમાં સ્નેહા પણ ગેસ્ટ બનીને આવ્યા હતા. ધીમે ધીમે અલ્લુ અર્જુન અને સ્નેહા નજીક આવ્યા અને રીલેશનશીપ શરૂ થઈ. પછી મુલાકાતો શરૂ થઈ અને વધારે નજીક આવ્યા. શરૂઆતના સમયમાં બન્નેએ પોતાની રિલેશનશીપ સિક્રેટ રાખી હતી. વર્ષો સુધી એકબીજાને ડેટિંગ કર્યા બાદ અલ્લુના પિતાને આ વાતની ખબર પડી.
પત્નીનો પોતાનો બિઝનેસ
અલ્લુ અર્જુને પણ પોતાના પરિવારમાં સ્નેહા સાથે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો હતો. 26 નવેમ્બર 2010ના રોજ સ્નેહા સાથે અલ્લુ અર્જુને સગાઈ કરી હતી અને ત્રણ મહિના બાદ લગ્ન કરી લીધા હતા. વર્ષ 2016માં પીકાબુ નામથી એક વેંચર શરૂ કર્યું હતું, જે ફોટોશૂટની સર્વિસ આપે છે.અલ્લુ અર્જુન અને સ્નેહાના લગ્નને 15 વર્ષ થઈ ચૂક્યા છે. એમના દીકરાનું નામ અયાન છે અને દીકરીનું નામ અરહા છે. સ્નેહા કોમ્પ્યુટર સાઈન્સ ભણેલી છે, અમેરિકાથી અભ્યા કર્યા બાદ પોતાના પિતાના વ્યવસાયમાં આગળ વધી. સ્નેહાની નેટવર્થ આશરે 42 કરોડ રૂપિયા છે. બિઝનેસની તમામ જવાબદારી તે પોતાના પરિવાર સાથે રહીને નિભાવે છે.

નવી ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે
અલ્લુ અર્જુનની ફિલ્મ રાકા આવી રહી છે. આ પણ ઘણા મોટા બજેટની ફિલ્મ છે. આ ફિલ્મમાં એમની સાથે દીપિકા પાદુકોણ સ્ક્રિન શેર કરી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થાય એવી પૂરી શક્યતાઓ છે. અત્યારે આ ફિલ્મ પર જોરશોરથી કામ ચાલી રહ્યું છે. ફિલ્મન લઈને કોઈ વિષય કે સ્ક્રિપ્ટ અંગે કોઈ વાત જાહેર કરવામાં આવી નથી. એવું મનાય રહ્યું છે કે, આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો એક નવો અવતાર જોવા મળશે. આ પહેલા તેની ફિલ્મ પુષ્પા 2 આવી હતી જે બોક્સઓફિસ પર હિટ પુરવાર થઈ છે.