Tue Jun 30 2026

Logo

અજય દેવગણની 'ચૌહાણ' રિલીઝ પહેલાં જ વિવાદમાં! ક્ષત્રિય સમાજને ક્યાં પડ્યો વાંધો, સ્વરા ભાસ્કરે ઝંપલાવ્યું

2026-06-30 19:00:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ અજય દેવગનની નવી ફિલ્મ 'ચૌહાણ' થિયેટર્સમાં રિલીઝ થાય એ પહેલા જ વિવાદમાં આવી ચૂકી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં એક ડાયલોગ અજય દેવગન બોલે છે. વાર્તાનો પ્લોટ જમ્મુ કાશ્મીર પરનો હોય એવું ટીઝર પરથી લાગે છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં એટલા માટે અટવાઈ છે કારણ કે, ક્ષત્રિય પરિષદે ફિલ્મમાં રાજપૂતોની છબિને ખોટી રીતે રજૂ કરવા પર વાંધો ઊઠાવ્યો છે. આ પરિષદનું એવું કહેવું છે કે, રાજપૂતોના ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ જાણીતી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. 

શું બોલી ગઈ સ્વરા ભાસ્કર?

સ્વરાએ સોશિયલ મીડિયા પર પોતાનો મત પોસ્ટ કરતા લખ્યું હતું કે શું તમે આ રીતે બોલીવુડને મહિમા આપવા માગો છો? પેલેટગનથી સીમિત નુકસાન થતું નથી, આ માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન છે. યાર, થોડું તો રિસર્ચ કરીને વાત કરો. કાશ્મીરના જે પ્રાઈમ ગણાતા કાશ્મીરી છે એ પઠાણ નથી હોતા. હવે તમે જ્યારે આવું કરી જ રહ્યા છો તો ગોબેલ્સ (હીટલરના નજીકના સાથી) વિશે પણ વાંચી લેજો. પોતાના આક્રમક અંદાજમાં ફિલ્મને સમર્થન આપીને સ્વરાએ પોતાની વાત રજૂ કરી દીધી છે. 



અજય દેવગનના ડાયલોગ..'પઠાણ સે કહ દો, ચૌહાણ આ રહા હૈ'નો પણ ખૂબ વિરોધ થઈ રહ્યો છે.  કેટલાક લોકોને એવો પણ આક્ષેપ હતો કે, આ લાઈનથી સામાન્ય રીતે મુસ્લિમોને નીચા દેખાડવાનો પ્રયાસ છે. ચૌહાણ જે એક રાજપૂત કમ્યુનિટીની સરનેમ છે એને જવાબ દેવા માટે આવતા કેટલાક લોકોને દેખાડીને સ્થિતિ ખરાબ કરી દીધી છે. 

કોની ઓળખને હડપવાનો પ્રયાસ?

આ વિવાદ એ સમયે શરૂ થયો જ્યારે 'ચૌહાણ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. રિલીઝ થતા જ ટીકા-ટીપ્પણીઓમાં ઘેરાયું. આ ટીઝરમાં દર્શાવવામાં આવેલા સીન અને ડાયલોગ એ બાજુ ઈશારો કરતા હતા કે, જેનાથી એક કમ્યુનિટીને સીધી અસર થઈ. આ મુદ્દા સામે કેટલાક લોકોએ વાંધો ઊઠાવ્યો હતો. 
હકીકત એ પણ છે કે, ટીઝરમાં જે તે સમયની કાશ્મીરની પથ્થરમારાની સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ સીનની પણ ખૂબ ટીકા થઈ છે. એ પછી ચૌહાણને લઈને પણ આકરા અંદાજમાં ટિપ્પણી થઈ. એક ડાયલોગમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઘણું ઓછું નુકસાન થયું છે.


આ વાતના વિષય પર સ્વરા ભાસ્કરે જે વાત કહી એક ફિલ્મના તરફેણમાં છે. ક્ષત્રિય પરિષદે ફિલ્મમાં રાજપૂતના ઈતિહાસને એક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાયો એવું કહ્યું છે, રાજપૂતોની ઓળખને હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવું એમનું માનવું છે.સંગઠનનું એવું માનવું છે કે, આ પ્રકારના પ્રયાસ ચૂંટણી અથવા વૈચારિક હેતુથી કરવામાં આવે છે. 

 

ઓળખને ખોટી રીતે ઢસેડવામાં આવી

ક્ષત્રિય પરિષદે હાલમાં જે સાંપ્રદાયિક રાજનીતિ માટે ચૌહાણ વંશના નામનો ઉપયોગ કરવામાં આવ્યો એને લઈને વાંધો ઊઠાવ્યો છે. ફિલ્મ મેકર્સની નિંદા કરતા કહ્યું હતું કે, ચૌહાણ એક ઐતિહાસિક રાજપૂત-ક્ષત્રિય વંશ છે. જેની એક અલગ વિરાસત ઈતિહાસ સાથે જોડાયેલી છે.સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં સંગઠને આ ટીઝરની ખૂબ જ ટીકા કરી દુર્ભાગ્યપૂર્ણ દર્શાવ્યું છે. 

સંગઠનનું સ્પષ્ટ કહેવું છે કે, રાજકીય ઓળખને ફરી એકવાર રાજકીય એજન્ડામાં ઢસેડવામાં આવી રહી છે. એક એવો નેરેટિવ જેને પરિષદ અનુસાર, રાજપૂતોએ ન તો શરૂ કર્યો ન એની માફી માગી. આ એક એવા સમયે જ્યારે મુખ્ય મેઈનસ્ટ્રીમ મીડિયા તથા સાર્વજનિક ચર્ચામાં રાજપુતોના અવાજને ઓછું પ્રતિનિધિત્વ મળી રહ્યું છે. માત્ર આક્રોશ વ્યક્ત કરવા, મુદ્દાને ભડકાવવા, જાતીય અને સાંપ્રદાયિક આસ્થાને ઉશ્કેરવા અથવા રાજકીય તમાશો ઊભો કરવાો માટે રાજપૂતોના કબિલાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખરેખર બેજવાબદારપણું છે અને અપમાનજનક છે. 

આવું પહેલીવાર થયું નથી

આ પ્રકારનું ચિત્ર ભારતીય ઈતિહાસ પ્રત્યે અજ્ઞાનતા દર્શાવે છે. સંગઠને કહ્યું કે, ભારતીય ઉપમહાદ્વીપના ભૂતકાળમાં સરળ સાંપ્રદાયિક વિભાજનમાં ન ગણી શકાય.ખાનવાના યુદ્ધમાં મહમૂદ લોદી મહારાણા સાંગાના નેતૃત્વ હેઠળ લડ્યા હતા. હકીમ ખાન સુરે હલ્દીઘાટી ખાતે મહારાણા પ્રતાપની સેનાની એક ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. 

ફરીદ ખાનની શરૂઆતની કારકિર્દી રાજા રૈસલ શેખાવતના નેતૃત્વ હેઠળ લશ્કરી સેવા સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે, જ્યારે મહારાજા વિક્રમાદિત્ય તોમરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં લોદી સૈન્ય સાથે લડતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.પોતાની સમગ્ર વાતના જુદા જુદા મુદ્દાઓ રજૂ કરીને સંગઠને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પર મૂકી હતી. ફિલ્મના ટીઝર પરથી જ જે તે વિષય કે કમ્યુનિટી પર વાત કરવી એ આજકાલનો મુદ્દો નથી. આ પહેલા પણ પદ્માવત ફિલ્મ વખતે આ જ સીન જોવા મળ્યો હતો. હકીકત એવી પણ છે કે, આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.