ભારતની શાંતિ ઈચ્છાને નબળાઈ ન સમજવીઃ એર માર્શલ અવધેશ કુમાર ભારતી
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરના આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન એર માર્શલ અવધેશ કુમાર ભારતી દ્વારા એક મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે. એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને કેટલું નુકસાન થયું હતું. તેમના કહેવા પ્રમાણે ભારતે જ્યારે ઓપરેશન સિંદૂરથી આતંકવાદી ઠેકાણાના ધ્વસ્ત કર્યાં હતા, પરંતુ દરમિયાન ભારતને કેટલું નુકસાન થયું હતું? પાકિસ્તાન ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યાં પરંતુ તેના કારણે ભારતને કોઈ નુકસાન થયું નથી. એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા આપણાં પર જે હુમલાઓ કરવામાં આવ્યાં તેને પહેલા જ ખતમ કરી દેવામાં આવ્યાં હતાં.
પાકિસ્તાન માત્ર દાવા પોકળ અને પુરાવા રહીત છે
મીડિયા સાથે વાત કરતા એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ કહ્યું કે, પાકિસ્તાનથી આપણને કોઈ નુકસાન થયું નથી. તેઓ ના તો કોઈ પણ લશ્કરી માળખાગત સુવિધાઓ કે ના તો નાગરિક માળખાનાને નાશ કરી શક્યા છે. પાકિસ્તાન ભલે ગમે તેવા દાવો કરતું હોય, પરંતુ હકીકત આ જ છે. આક્ષેપોમાં કોઈ જીતી શકે નહીં. કોઈ પણ વાતને સાબિત કરવા માટે પુરાવા જોઈએ.
ભારતની શાંતિ ઇચ્છાને કમજોરી ના સમજવી
ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેના કારણે પાકિસ્તાનને બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે. એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, ઓપરેશન સિંદૂરથી આપણે એ સાબિત કર્યું છે કે, ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ તેને ભારતની નબળાઈ સમજવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, ‘જ્યારે હમે કાર્યવાહી કરીએ છીએ ત્યારે કોઈ પણ કામ અધૂરું છોડતા નથી. અમારી કાર્યવાહી નિર્ણાયક અને સુનિયોજિત હોય છે. મૂળ વાત એ છે કે, પાકિસ્તાન જે આંતકવાદીઓને છાવરી રહ્યું તેના પર ભારત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરમિયાન એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ કહ્યું કે, ભારતની આ લડાઈ આંતકવાદીઓ અને તેના સમર્થકો-આકાઓ સામે હતી, ના કે કોઈ પણ પ્રકારના બીજી નુકસાન માટે! વધુમાં એ એર માર્શલ એકે ભારતીએ ભાર મૂક્યો કે, આત્મરક્ષાથી વધારે કઈ મહત્વપૂર્ણ હોઈ શકે નહીં. પાકિસ્તાન દ્વારા વિનંતી કરવામાં આવ્યું ત્યારે આપણે ઓપરેશન રોક્યું હતું. વધુમાં કહ્યું કે, આપણે જે સંદેશ આપ્યો તે સ્પષ્ટ હતો કે, આતંકી કૃત્ય માટે પરિણામ તો ભોગવવું જ પડશે.