Fri Sep 04 2026

Logo

એર ઈન્ડિયાનું વિમાન બેંગલુરુ એરપોર્ટ પર રન વે સાથે અથડાયું,  દિલ્હી જતી ફ્લાઇટ રદ કરાઇ

2026-05-21 17:26:33
Author: Chandrakant Kanoja
એર ઈન્ડિયાનું વિમાન બેંગલુરુ એરપોર્ટ પર રન વે સાથે અથડાયું,  દિલ્હી જતી ફ્લાઇટ રદ કરાઇ

બેંગલુરુ : એર ઈન્ડિયાનું વિમાન બેંગલુરુ એરપોર્ટ પર રન વે સાથે અથડાયું હતું. તેની બાદ વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. તેમજ દિલ્હી જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.  આ દુર્ઘટના સમયે  વિમાનમાં પાયલોટ અને કેબિન ક્રૂ સહિત 179 લોકો સવાર હતા. જો કે, ઘટના દરમિયાન કોઈને પણ કોઈ ઈજા થઈ નથી અને બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને મદદ કરી રહી છે

આ વિમાન બેંગલુરુથી દિલ્હી પરત ફરવાનું હતું. પરંતુ આ ઘટનાને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેની ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને મદદ કરી રહી છે. 

નિષ્ણાતોની એક ટીમ વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે

આ અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ AI2651 ને લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા તેને નિરીક્ષણ માટે ગ્રાઉન્ડ કરવામાં આવી છે. પરિણામે, ફ્લાઇટ AI2652 બેંગલુરુથી દિલ્હી પરત ફરતી ફ્લાઇટ - પણ રદ કરવામાં આવી છે. નિષ્ણાતોની એક ટીમ વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે.

સ્ટાફ અને મુસાફરો  સલામતી  સર્વોચ્ચ પ્રાથમિકતા

આ  દરમિયાન વિમાનમાં ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે બેંગલુરુમાં એક  ટીમ હાજર છે. આ મુસાફરોને દિલ્હી લઈ જવા માટે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવક્તાએ થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી ભાર મૂક્યો કે સ્ટાફ અને મુસાફરો બંનેની સલામતી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.