Mon Oct 05 2026

Logo

રિયાધ, જિદ્દાહ અને મસ્કટ માટે સ્પેશ્યલ ફ્લાઈટનું એલાન...

2026-03-11 22:51:32
Author: Mumbai Samachar Team
રિયાધ, જિદ્દાહ અને મસ્કટ માટે સ્પેશ્યલ ફ્લાઈટનું એલાન...

58 વધારાની ફ્લાઈટના ઑપરેશનથી ભારતીયોને ફાયદો

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવગ્રસ્ત માહોલમાં હવે એર ઈન્ડિયાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ એશિયા પ્રવાસ માટે નીકળનારા મુસાફરો માટે મોટી રાહતની ખબર આવી છે.એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ એ 12 માર્ચ 2026ના રોજ પશ્ચિમ એશિયાના અલગ-અલગ શહેરો માટે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ફ્લાઈટ ઑપરેશનથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓને ફાયદો થશે. 

ભારતીયો માટે રાહત
એરલાઇન્સ કુલ 58 નિયમિત અને વિશેષ ફ્લાઇટ્સના ઑપરેશન ચાલું કરશે,જેના કારણે મુસાફરોને પ્રવાસ માટે વધુ વિકલ્પો મળશે. આ પગલું વધતી માંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ માટે વિશેષ ફ્લાઇટ્સની જાહેરાત કરી છે. બંને એરલાઇન્સ એક-એક નોન-શેડ્યૂલ્ડ રાઉન્ડ ફ્લાઇટ ચલાવશે. એર ઈન્ડિયા મુંબઇથી રિયાધ માટે વિશેષ ફ્લાઇટ ચલાવશે, જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ કોઝિકોડથી રિયાધ માટે ફ્લાઇટ સેવા પૂરી પાડશે. આ પગલાથી ખાડી દેશોમાં કામ કરતા ભારતીયોને ખૂબ સરળતા મળશે.

58 વધારાની ફ્લાઈટ
સાઉદી અરેબિયાના મહત્વના શહેર જદ્દાહ માટે પણ અનેક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને એરલાઇન્સ જિદ્દાહ માટે કુલ 10 ફ્લાઇટ્સ ચલાવશે. દિલ્હીથી એક રાઉન્ડ ટ્રિપ અને મુંબઇથી બે રાઉન્ડ ટ્રિપ ફ્લાઇટ્સ એર ઇન્ડિયા ચલાવશે. બેંગલુરુ અને કોઝિકોડથી એક-એક રાઉન્ડ ટ્રિપ ફ્લાઇટ એર ઈન્ડિયા એક્સપ્રેસ ચલાવશે.

આ પગલાથી ઉમરા અને અન્ય મુસાફરી માટે જતા પ્રવાસીઓને મોટી રાહત મળશે.ઓમાનની રાજધાની મસ્કટ માટે પણ ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રહેશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ મસ્કટ માટે કુલ 8 નિયમિત ફ્લાઇટ્સ ચલાવશે, જેમાં દિલ્હી અને મુંબઇથી એક-એક રાઉન્ડ ટ્રિપ, કોઝિકોડથી બે રાઉન્ડ ટ્રિપ રહેશે. આથી મુસાફરોને મસ્કટ માટે સરળ અને સુવિધાજનક પ્રવાસ મળશે.આમ અખાતી દેશમાં 58 વધારાની ફ્લાઈટનું કંપની સંચાલન કરશે. જેને નોન શેડ્યુલ કેટેગરી અંતર્ગત મૂકવામાં આવી છે.