Sat Sep 05 2026

Logo

મુસાફરો માટે રાહત: અસારવા-ગાંધીગ્રામથી ઉપડતી સ્પેશિયલ ટ્રેનો સપ્ટેમ્બર સુધી દોડશે

2026-07-12 21:16:00
Author: Devayat Khatana
મુસાફરો માટે રાહત: અસારવા-ગાંધીગ્રામથી ઉપડતી સ્પેશિયલ ટ્રેનો સપ્ટેમ્બર સુધી દોડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને ગાંધીગ્રામથી ઉપડતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલી વિગતો અનુસાર, ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ અને ટ્રેન નંબર 01909 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનને 1 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે, જ્યારે તેમની પરત ફરતી ટ્રેનો (01905 અને 01910) 31 ઓગસ્ટ 2026 સુધી દોડશે. આ ઉપરાંત, ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન 30 ઓગસ્ટ 2026 સુધી અને તેની પરત આવતી ટ્રેન નંબર 04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ સ્પેશિયલ 29 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી છે.

આ લંબાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે ટિકિટ બુકિંગની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. ટ્રેન નંબર 01906 (અસારવા-કાનપુર સેન્ટ્રલ), 01909 (અસારવા-આગ્રા કેન્ટ) અને 04112 (ગાંધીગ્રામ-પ્રયાગરાજ) ના આ વિસ્તૃત ફેરાઓ માટેનું બુકિંગ 12 જુલાઈ 2026 થી શરૂ થશે. મુસાફરો પોતાનું રિઝર્વેશન નજીકના તમામ પીઆરએસ કાઉન્ટર પરથી અથવા તો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન કરાવી શકશે. ટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને અન્ય વિસ્તૃત માહિતી માટે મુસાફરો રેલવેની સત્તાવાર ઇન્ક્વાયરી વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.