Tue Jun 16 2026

Logo

ટોયલેટમાંથી ₹૪.૨૭ કરોડનું સોનું મળતાં એરપોર્ટ એલર્ટઃ ફ્લાઈટના કચરાનું પણ સ્ક્રિનિંગ મશીનમાં ચેકિંગ કરવું પડશે

2026-06-16 21:23:58
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર 14 જૂનના રોજ દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટના વેલેન્ટરી સેક્શન એટલે કે વોશરૂમમાં લગાવેલા સ્પીકર બોક્સની પાછળથી રૂ. ચાર કરોડ 27 લાખના ગોલ્ડ બિસ્કીટ મળી આવ્યા હતા. આ સમગ્ર કેસમાં તપાસ ચાલુ રાખવામાં આવી છે અને તમામ પાસાની તપાસ કર્યા બાદ સિક્યુરિટીમાં કેટલીક ખામીઓ જણાઈ આવી છે અને કસ્ટમ વિભાગે ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશન એરલાઇન્સ કંપનીઓ, ગ્રાઉન્ડ સ્ટાફ અને અદાણી એરપોર્ટની સિક્યુરિટી સર્વિસને પત્ર લખીને સલામતી વધુ મજબૂત બનાવવા માટે જણાવ્યું છે.

ખાસ કરીને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવ્યા પછી ફ્લાઈટમાં સફાઈ કામ કરવામાં આવતું હોય છે. સફાઈ કર્યા બાદ જે કચરો બહાર લઈ જવામાં આવે છે, તે હવે કસ્ટમ એરિયામાં કન્વેયર બેલ્ટ પરના સ્ક્રિનિંગ મશીનમાંથી પસાર કરીને બહાર લઈ જવામાં આવે તેવો કડક નિયમ બનાવી દેવામાં આવ્યો છે,  જેથી કરીને કોઈપણ સફાઈ કર્મચારી કચરાની સાથે બિનવારસી ડ્રગ્સ કે દાણચોરીના ગોલ્ડ બહાર લઈ જઈ શકે નહીં. તેવો નિયમ બનાવી દેવામાં આવ્યો છે. 

 હાલ કસ્ટમ વિભાગ નો માનવું છે કે અમદાવાદમાં ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 9:20 વાગે આવી હતી.  આ ફ્લાઈટ દુબઈમાં રાત્રિ રોકાણ કર્યા બાદ અમદાવાદ આવી હતી, જેથી દુબઈમાં રાત્રિ દરમિયાન કોઈ જાણકાર વ્યક્તિએ સ્પીકરના બોલ્ટ ખોલીને 24 ગોલ્ડ બિસ્કીટ અંદર મૂક્યા હોવા જોઈએ. આ બિસ્કીટની ડિલિવરી ડોમેસ્ટિક પેસેન્જર તરીકે એન્ટ્રી મેળવી લેનાર કોઈ પેસેન્જર આ જ ફ્લાઈટમાં ચંડીગઢ જવાનો હતો, પરંતુ અમદાવાદથી ચંદીગઢ 90 ટકા પેસેન્જર જતા હોતા નથી અને ચંદીગઢથી આ ફ્લાઈટ ગોવા જવાની હતી અને ગોવાથી બીજા દિવસે સવારે ફ્લાઇટ અમદાવાદ આવવાની હતી, પરંતુ સ્પીકર બોક્સમાં એટલે કે સ્પીકર બોક્સ ની પાછળ મૂકેલા ગોલ્ડ સહી સલામત રહે તેવું પ્રિ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

જો કે કસ્ટમ વિભાગને બાતમી મળી જતા ગોલ્ડ પકડાઈ ગયું હતું.  બે શંકાસ્પદ પેસેન્જરની પૂછપરછ પણ કરાઈ હતી, પરંતુ તેમની ફ્લાઈટમાં કોઈ મોમેન્ટ જોવા મળી ન હતી. ટોચના સૂત્રોએ જણાવ્યું કે ફ્લાઈટમાં કોકપીટની પાછળ કેમેરા હોય છે, પરંતુ તે કેમેરા ફક્ત ઇમરજન્સી માટે જ પાયલોટ ઓપરેટ કરતા હોય છે જેથી કેમેરામાં તે જોઈ શકાતું નથી. કસ્ટમ ને શંકા છે કે દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટમાં ફૂડ ડિલિવરી કરતી વખતે કોઈ ટેકનિશિયનની મદદથી બોલ્ટ ખોલીને ગોલ્ડ છુપાવ્યું હોવું જોઈએ. આવી અનેક પ્રકારની થીયરી ઉપર કસ્ટમ વિભાગ કામ કરી રહ્યું છે અતિ મહત્વની બાબત એ છે કે જેટલા પ્રમાણમાં ગોલ્ડ અમદાવાદ એરપોર્ટ ઉપર પકડાય છે તે પહેલા એડવાન્સ પેમેન્ટના ભાગરૂપે એરપોર્ટ પરથી હવાલાના નાણા એટલે કે ફોરેન કરન્સી દુબઈ પહોંચાડી દેવામાં આવે છે, તેમ પણ કસ્ટમના સૂત્રોએ જણાવ્યું હતું.