Tue Jun 30 2026

Logo

શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય મહાયુતિમાં જોડાયા આ ઓપરેશન ટાઈગર નહીં, ઓપરેશન દેવેન્દ્ર: આદિત્ય ઠાકરે

2026-06-30 19:27:29
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરપથી)

મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય સચિન આહિરના મહાયુતિ સાથે જોડાઈ જવાના નિર્ણયની કોઈ અસર થશે નહીં એવો દાવો કરતાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે આ ઓપરેશન ટાઈગર નથી, ઓપરેશન દેવેન્દ્ર ફડણવીસ છે અને શિવસેના (યુબીટી)ને તો આખા પ્રકરણમાં બેમતલબ નુકસાન થઈ રહ્યું છે. 

આ પહેલાં આદિત્ય ઠાકરેના અત્યંત વિશ્ર્વાસુ સચિન આહિરે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ તરીકે સત્તાધારી શિવસેનાવતી ઉમેદવારીપત્રક ભરીને બધાને ચોંકાવી દીધા હતા. 

આહિરના પગલાંને કારણે પાર્ટીના પરંપરાગત ગઢ વરલી અને શિવડીમાં તેમની તાકાતને કોઈ નુકસાન થશે નહીં. 

આ કોઈ ઓપરેશન ટાઈગર નથી, ઓપરેશન દેવેન્દ્ર ફડણવીસ છે. જેમને ખબર છે તેઓ જાણે છે, એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.

આહિરને નિશાન બનાવતાં તેમણે કહ્યું હતું કે કેટલાક નેતાઓ જેમને બધું જ મળ્યું છે તેઓ સ્વાર્થી હેતુઓ માટે પાર્ટી છોડી દેતા હોય છે. આમાં કશું જ નવું નથી. વરલી અને શિવડી અમારો ગઢ રહ્યો છે. તેઓ અમારી સાથે જ રહેશે. આનો અર્થ એવો નથી થતો કે અમને કોઈ મોટો ઝટકો લાગ્યો છે.