Wed Sep 09 2026

Logo

રાધવ ચઢ્ઢાના રાજીનામાંથી આપ સાંસદ સંજયસિંહ ભડક્યા, કહ્યું પંજાબની પ્રજા માફ નહિ કરે

2026-04-24 17:52:44
Author: Chandrakant Kanoja
રાધવ ચઢ્ઢાના રાજીનામાંથી આપ સાંસદ સંજયસિંહ ભડક્યા, કહ્યું પંજાબની પ્રજા માફ નહિ કરે

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમી આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. જેના પગલે આપના સાંસદ સંજયસિંહે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમજ કહ્યું હતું કે પંજાબમાં ભાજપનું ઓપરેશન લોટસ શરૂ થયું છે. પરંતુ આ બળવાખોર સાંસદોને પંજાબની પ્રજા  માફ નહિ કરે. 

પંજાબ આપના બળવાખોર સાંસદોને માફ નહીં કરે

રાજ્યસભાના સાંસદ સંજય સિંહે જણાવ્યું છે કે પંજાબમાં ભારતીય જનતા પાર્ટીનું 'ઓપરેશન લોટસ' શરૂ થઈ ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પંજાબ આપના બળવાખોર સાંસદોને માફ નહીં કરે.  સિંહે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના સાંસદોનો શિકાર કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી તેના પગલે સંજય સિંહની પ્રતિક્રિયા આવી છે.

ભાજપમાં સામેલ થવાનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમી આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે અને તેઓ ખોટી પાર્ટીમાં હતા

હવે પાર્ટીમાં ગુંગળામણ  અનુભવી રહ્યા છે

તેમણે કહ્યું હતું કે આ પાર્ટી બનાવવાનો જે ઉદ્દેશ હતો તે પૂર્ણ થયો નથી. તેમજ ક્હ્યું કે આમ આદમી પાર્ટીથી દૂર થઇ રહ્યો છું અને સામાન્ય લોકો તરફ આગળ વધી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે પાર્ટીમાં ગુંગળામણ   અનુભવી રહ્યા છે. કારણ કે તેનું વર્તમાન સ્વરૂપ હવે તેના સ્થાપિત  સિદ્ધાંતો સાથે સુસંગત નથી.