Wed Sep 02 2026

Logo

ગુજરાતનાં મંત્રીના વિસ્તારમાં AAPના ઉમેદવારનો માત્ર 6 મતે વિજય

2026-04-28 11:20:00
Author: Mayur Patel
ગુજરાતનાં મંત્રીના વિસ્તારમાં AAPના ઉમેદવારનો માત્ર 6 મતે વિજય

રાજકોટઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના પરિણામોમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે.

રાજકોટ ગ્રામ્યમાં AAPએ  મોટો ઉલટફેર કર્યો હતો. ગુજરાત સરકારનાં મંત્રી ભાનુબેન બાબરીયાના મતવિસ્તારની ચાંદલી તાલુકા પંચાયત બેઠક પર AAPના ઉમેદવાર રમાબેન બગડાનો 6 મતોથી વિજય થયો હતો. આ બેઠક પરથી તેમણે ભાજપના વૈશાલીબેન પરમારને હરાવ્યા હતા. આ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે.

આ ઉપરાંત લોધીકા તાલુકા પંચાયતની ચીભડા સીટ પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો 574 મતથી વિજય થયો છે. લોધીકા તાલુકા પંચાયતની બીજી સીટ AAPને મળી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. રાજ્યની 15 મહા નગરપાલિકામાં 49% અને 84 નગરપાલિકામાં 59% મતદાન થયું હતું, જ્યારે 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં અનુક્રમે 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, લોકસભા અને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.