પ્રફુલ શાહ
તેમને જવાબ મળ્યો હતો કે કાર્યાલય પાસે કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા પૂરતું ભંડોળ છે અને કોઈ પણ નાવિક પોતાની મહેનતની કમાણી નહીં જ ગુમાવે તેની ખાતરી આપવામાં આવશે. આની સાથે રૂ. 100 કરોડના ગોટાળાની સંપૂર્ણ તપાસ કરવાનું વચન પણ અપાયું હતું.
2004ના મે મહિનામાં રૂ. 18 કરોડનું પ્રોવિડન્ટ ફંડ કૌભાંડ છાપે ચડ્યું હતું. આમાં 89 નકલી કંપનીઓએ આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાના (ગેર)લાભ લીધા હતા! અહીં કર્મચારી પ્રોવિડન્ટ ફંડ્સ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952નો ભંગ થયો હતો. આ અધિનિયમ પેન્શન યોજના અથવા વીમા યોજના હેઠળ પોતે ચૂકવવાની કોઈ રકમથી બચવા અથવા અન્ય કોઈ વ્યક્તિને એવી ચુકવણીથી બચાવવા માટે જાણીને ખોટું નિવેદન અથવા ખોટી રજૂઆત કરનારને એક વર્ષ સુધીની કેદ અથવા પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે.
આ કિસ્સામાં, એક મોટા કૌભાંડ તરીકે સામે આવેલા મામલામાં પુણે સ્થિત કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંગઠન (EPFO)એ એવી 89 નકલી કંપનીઓ શોધી કાઢી હતી જેમણે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) હેઠળ સરકાર પાસેથી રૂ. 18 કરોડના લાભ મેળવ્યા હતા.
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંગઠન, પુણેના અમલ અધિકારી મનોજકુમાર અસ્રાણીએ વાનવડી પોલીસ સ્ટેશનમાં આ કેસમાં પ્રથમ માહિતી અહેવાલ નોંધાવ્યો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ 89 સંસ્થાઓના કહેવાતા ‘માલિકો’ સામે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના આરોપો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પ્રથમ માહિતી અહેવાલ મુજબ, કોવિડ-19 દરમિયાન ખાનગી કંપનીઓમાં નોકરી ગુમાવનારાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2020માં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ બે વર્ષ સુધી 1000 કર્મચારીઓ સુધીની EPFO નોંધાયેલઘ સંસ્થાઓ માટે કર્મચારી અને નિયોજક બંનેનો 12-12 ટકા હિસ્સો (કુલ 24 ટકા) સરકાર જમા કરાવતી હતી. જ્યારે 1000થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે માત્ર કર્મચારીઓનો 12 ટકા હિસ્સો સરકાર જમા કરાવતી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓએ 89 સંસ્થાઓના માલિક બની EPFO પાસે ઓનલાઈન પીએફ નોંધણી નંબર મેળવવા અરજી કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તમામ અરજીઓમાં એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, બનાવટી દુકાન લાઇસન્સ સહિતના ખોટા દસ્તાવેજો રજૂ કરીને પીએફ નંબર મેળવવામાં આવ્યા હતા.
ફરિયાદી અસ્રાણીના દાવા મુજબ: ‘અમને જાણવા મળ્યું કે આ સંસ્થાઓ નકલી હતી. તેઓ અમારા સમક્ષ દર્શાવેલા સરનામાં પર અસ્તિત્વમાં જ નહોતી. આ નકલી સંસ્થાઓએ EPFO કચેરીમાં ખોટા કર્મચારીઓની વિગતો રજૂ કરીને સરકાર પાસેથી નાણાકીય લાભ મેળવ્યો હતો.’
તપાસમાં જાણવા મળ્યું હતું કે 42 સંસ્થાઓએ નકલી કર્મચારીઓના નામે રૂ. 9,56,76 123 મેળવ્યા હતા, જેમાંથી રૂ. 2,40, 85, 910 જેટલી રકમનો છેતરપિંડીપૂર્વક ઉપાડ કરવામાં આવ્યો હતો.
બાકીની 47 કંપનીઓએ પણ નકલી કર્મચારીઓના નામે રૂ. 8,89,35, 246 મેળવ્યા હતા, જેમાંથી રૂ. 2,21,08,577 ઉપાડી લેવામાં આવ્યા હતા. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળના પીએફના નાણાંની ઉચાપત અંગે ત્યારના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંજય પટાંગેએ જણાવ્યું કે અધિકારીઓની તપાસમાં આ સંસ્થાઓ નકલી હોવાનું બહાર આવ્યું હતું.
વરસોની કાળી મજૂરી અને નોકરિયાત વર્ગના ભવિષ્યના આધાર સમાન ભવિષ્ય નિધિ અથવા નિવૃત્તિ બચત ભંડોળમાં ય ગોટાળા કરનારાઓની વૃત્તિ વિશો કહેવું ય શું? કૌભાંડકારીઓને કોઇ બાબતની બાધ નથી. (સમાપ્ત)