દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
IPL: ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગ લીધી
આજની આઈપીએલની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. ચેન્નઈના ચેપોકમાં રમાનારી આજની મેચમાં સીએસકેએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો, જ્યારે પહેલા રમતમાં લખનઊ આવશે. ચેન્નઈ અને લખનઊ બંને ટીમ પ્લેઓફમાં ટકી રહેવા માટે જોરદાર પર્ફોર્મ કરી શકે છે.
પીએમના કાર્યક્રમસ્થળ નજીકથી મળી વિસ્ફોટક વસ્તુ
બેંગલુરુમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીના કાર્યક્રમ સ્થળથી લગભગ ત્રણ કિલોમીટર દૂરના અંતરે ફૂટપાથ પર જિલેટિનની સ્ટીક મળી આવી. આ સ્ટીકનો ઉપયોગ વિસ્ફોટક બનાવવા માટે કરવામાં આવે છે, જે મળતા સુરક્ષા તંત્ર એક્શનમાં આવી ગયું, જ્યારે આ કેસમાં સંદીગ્ધની અટક પણ કરાઈ છે.
સુવેન્દુના પીએની હત્યાનું કનેક્શન ધનબાદથી નીકળ્યું
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ પછી ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી હતી, જેની હત્યાનું પગેરું ધનબાદથી નીકળ્યું છે, જેમાં બાઈકચાલકો બાઇક ધનબાદથી વિભાષ ભટ્ટાચાર્યની લઈ આવ્યા હતા અને જેના પર બનાવટી નંબર પ્લેટ લગાવી હતી.
CM બનતાની સાથે જ વિજયે લીધા ત્રણ મોટા નિર્ણય
ચેન્નાઈઃ તમિલનાડુ મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા પછી, વિજયે મંચ પરથી જ ત્રણ મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી દીધી છે. જેમાં 200 યુનિટ સુધી મફત વીજળી, મહિલા સુરક્ષા માટે એક ખાસ દળ અને ડ્રગ નિયંત્રણ માટે એક સ્થિર એકમની રચના સામેલ છે. પદના શપથ લીધા પછી વિજયે એક ઉત્સાહપૂર્ણ ભાષણ આપ્યું હતું.
વિજયે તમિલનાડુના મુખ્ય પ્રધાન પદના શપથ લીધા
ચેન્નાઈઃ તમિલનાડુના રાજકારણમાં નવો યુગ શરૂ થયો છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ટીવીકે ચીફ વિજય તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ લીધા છે. થલાપતિ વિજય હવે સત્તાવાર રીતે તમિલનાડુના મુખ્ય પ્રધાન બની ગયાં છે. આ દરમિયાન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે હજારોની સંખ્યમાં ટીવીકે પાર્ટીના સમર્થકો હાજર જોવા મળ્યાં છે.

રંગાસ્વામી 5મી વખત બનશે પુડુચેરીના મુખ્ય પ્રધાન
પુડુચેરીમાં સતત પાંચમી વખત રંગાસ્વામીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્યમંત્રી તરીકે કરી નિયુક્તિ કરી હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ પ્રમાણે આગામી 13 મેના રોજ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. 30 સભ્યોની પુડુચેરી વિધાનસભામાં NDAની કુલ બેઠકોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે
યોગી આદિત્યનાથ મંત્રીમંડળનું આજે વિસ્તરણ
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવાનું છે. આજે યોગી મંત્રીમંડળમાં છ નવા મંત્રીઓ જોડાશે અને લખનૌના જન ભવન ખાતે બપોરે 3:30 વાગ્યે શપથ ગ્રહણ કરશે. યોગી મંત્રીમંડળમાં જોડાનારા નવા ચહેરાઓમાં ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે, પૂજા પાલ, સુરેન્દ્ર દિલેર, કૃષ્ણ પાસવાન અને હંસરાજ વિશ્વકર્માનો સમાવેશ થાય છે.