ધોલેરા બનશે ભારતનું શાંઘાઈ

857

આજથી ૩૦-૪૦ વર્ષ બાદ ગુજરાતના અમદાવાદની બાજુમાં એક નવું જ શહેર લોકોને નવી જ દુનિયામાં જીવવાનો અહેસાસ કરાવવા માટે તૈયાર હશે અને આ નવું શહેર એટલે ધોલેરા સ્માર્ટ સિટી અને આ ધોલેરા જ ભવિષ્યનું ભારતનું શાંઘાઈ બની શકે છે. આ સ્માર્ટ સિટીને ધોલેરા સરના નામે પણ ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં તો જાણીએ કે આનો અર્થ શું થાય છે એ તો આનો અર્થ થાય છે સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન..
હવે આગળ વધીએ અને વાત કરીએ સ્માર્ટ સિટીની તો સ્માર્ટ સિટી બે પ્રકારના હોય છે એક હોય છે બ્રાઉન ફિલ્ડ સ્માર્ટ સિટી અને બીજું એટલે ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી. તો આપણું આ ધોલેરા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી હશે અને કદાચ તે ભારતનું સૌથી મોટું ઈન્ડસ્ટ્રીયલ સિટી બનશે, જ્યારે તે સંપૂર્ણપણે ડેવલપ થઈ જશે.
ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી અને બ્રાઉન ફિલ્ડ સ્માર્ટ સિટી વચ્ચેના તફાવતની વાત કરીએ તો બ્રાઉન ફિલ્ડ સ્માર્ટ સિટી એટલે એવું શહેર કે જે પહેલાંથી જ વસેલું છે અને તેના ઈન્ફ્રાસ્ટક્ચરમાં કરવામાં આવેલો ફેરફાર જેમ કે રસ્તા નવા અને સારા બનાવી દીધા, ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા લગાવી દીધા, બેસ્ટ એજ્યુકેશન અને હેલ્થ સર્વિસની વ્યવસ્થા કરી દીધી એટલે આ શહેર બની જાય છે બ્રાઉન ફિલ્ડ સ્માર્ટ સિટી… જ્યારે ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટીમાં તમારી પાસે માત્ર જમીન જ હોય છે અને તમે એના પર તમારી જરૂરિયાત પ્રમાણે ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને આગામી અનેક વર્ષોને ધ્યાનમાં લઈને આખું નવું શહેર જ વસાવો છો. ધોલેરા ભારતનું એક એવું ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે કે જ્યાં રોકાણથી માંડીને રહેઠાણ સુધીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દેશી અને વિદેશી કંપનીઓના રોકાણ માટે ધોલેરા એકદમ બેસ્ટ પ્લેસ સાબિત થઈ શકે છે અને તેનું કારણ છે કનેક્ટિવિટી… ધોલેરા રોડ, રેલ, હવાઈ અને સમુદ્રી એમ ચારેય મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી જોડાયેલું હશે. હાલમાં ધોલેરા પહોંચવા માટે નજીકનું ઍરપોર્ટ છે અમદાવાદ પણ ઓલરેડી ધોલેરા ઈન્ટરનેશનલ ઍરપોર્ટનું કામ શરું થઈ ગયું છે અને કદાચ ૨૦૨૪ના એપ્રિલ-મે મહિના સુધી આ નવું એરપોર્ટ કમિશનમાં આવી જશે, આને કારણે અમદાવાદ એરપોર્ટ પરનો બોજો ઓછો થશે, એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત ધોલેરા માટે નવું પોર્ટ, રેલવે લાઈન અને એક્સપ્રેસ હાઈવેનું કામકાજ પણ ચાલી રહ્યું છે એટલે આ ધોલેરા ભારતના તમામ શહેરોથી કનેક્ટેડ રહેશે.
આ વિશે વાત કરતાં ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હારીત શુક્લા એ જણાવ્યું હતું કે અમદાવાદનો ઈતિહાસ ૬૦૦થી વર્ષની જૂનો છે અને તેમ છતાં હજી પણ આ શહેર તબક્કાવાર ડેવલપ થઈ રહ્યું છે એ જ ન્યાયે ધોલેરા સ્માર્ટ સિટીને ડેવલપ થવામાં પણ સમય તો લાગશે જ અને આખું ધોલેરા ડેવલપ થવા માટે ૩૦-૪૦ વર્ષનો સમય લાગી શકે છે, પણ હાલમાં આ સ્માર્ટ સિટીનો એક નાનકડો હિસ્સો ડેવલપ થઈ રહ્યો છે. ધોલેરાનો કુલ વિસ્તાર ૯૨૦ સ્ક્વેયર કિલોમીટરનો છે, તેમાંથી પણ ડેવપલ કરી શકાય એ એરિયાની વાત કરીએ તો તે છે ૪૨૨ સ્કવેયર કિલોમીટર. આ ૪૨૨મ સ્કવેયર કિલોમીટરમાંથી પણ ઈન્ડસ્ટ્રીયલ એરિયા તો ૧૧૦ સ્ક્વેયર કિલોમીટરનો છે. આ સિટી ડેવલપ કરવાનો મૂળ હેતુ જ એવો છે કે આજની સ્ટ્રેસફૂલ લાઈફથી દૂર કરીને લોકોને એક બેસ્ટ લાઈફ આપી શકાય. હાલમાં લોકોનો મોટાભાગનો સમય ઓફિસ જવા અને ઓફિસથી ઘરે પાછા ફરવામાં જ વેડફાઈ જાય છે, પણ નવા ધોલેરામાં આવું નહીં હોય. આ સિટીને ડેવલપ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે વોક ટુ વર્ક કલ્ચર. લોકો વધુમાં વધુ ૩૦ મિનિટની અંદર પોતાના ઘરે પહોંચી જાય એ રીતે રેસિડેન્શિયલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ ડેવલપ કરવામાં આવશે.
બીજો મહત્ત્વનો મુદ્દો એટલે પ્રદૂષણ… આપણે બધા જ આ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અને પ્રદૂષણને કારણે આપણા બધાના જ જીવન પર તેની અસર જોવા મળે છે. તો આ ધોલેરામાં પ્રદૂષણની સમસ્યા નહીં હોય. અહીં એવી જ કંપનીઓને કામ કરવાની પરવાનગી આપવામાં આવશે કે જેઓ ઝીરો પોલ્યુશન કેટેગરીમાં આવતી હોય. આ સિવાય અહીં રહેનારા લોકો વધુને વધુ ઈલેક્ટ્રિક વેહિકલનો ઉપયોગ કરે, અને તેમને પ્રોત્સાહન આપવા માટે અમે અહીં ઠેક-ઠેકાણે ચાર્જિંગ સ્ટેશન માટેની જોગવાઈ પણ કરી રાખી છે. એટલે ટ્રાફિકના કારણે પણ અહીં પોલ્યુશનની સમસ્યા નહીં ઉદ્ભવે. એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. વાતનો દોર આગળ વધારતા શુકલા જણાવે છે કે રોકાણકારો માટે ધોલેરા એક બેસ્ટ ઓપ્શન એટલે પણ છે કે આ આખું સિટી પ્લગ ઈન ધોરણે ડેવલપ કરવામાં આવ્યું છે, સાવ સાદી ભાષામાં સમજાવવાનું થાય તો રોકાણકારે અહીં ખાલી પોતાના પ્રોજેક્ટ સાથે આવવાનું છે તેને વીજળી, પાણી, સરકારી પરવાનગીઓ બધું જ અંડર વન રુફ તૈયાર મળી જશે. તેમણે ખાલી અહીં આવીને ક્ધસ્ટ્રક્શન કરીને સેટ અપ કરીને કામ શરૂ કરી શકશે. અનેક કંપનીઓ રસ દેખાડી રહી છે આ નવી સિટીમાં રોકાણ કરવા માટે. એકાદ બે કંપનીઓએ તો ઓલરેડી કામ પણ શરૂ કરી દીધું છે. ટૂંકમાં કહીએ તો ધોલેરા એ આવનારા સમયમાં ભારતનું શાંઘાઈ બનશે એવું કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!