Sun Sep 06 2026

Logo

અમદાવાદથી ઉપડતી આ ટ્રેનોમાં ઉમેરવામાં આવશે AC 3- ટાયર કોચ, જુઓ લિસ્ટ

2026-03-21 13:43:00
Author: Mayur Patel
અમદાવાદથી ઉપડતી આ ટ્રેનોમાં ઉમેરવામાં આવશે AC 3- ટાયર કોચ, જુઓ લિસ્ટ

અમદાવાદઃ  રેલવે મુસાફરો માટે કામના સમાચાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન હેઠળની લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતાં મુસાફરોને ધ્યાનમાં રાખીને 12 ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો AC 3 ટાયર કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. AC ક્લાસમાં મુસાફરીની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.  21 મે, 2026 જે ટ્રેનોમાં વધારાનો કોચ ઉમેરવામાં આવશે તેમાં અમદાવાદ–પ્રયાગરાજ એક્સપ્રેસ,  બાંદ્રા ટર્મિનસ–ગાંધીધામ એક્સપ્રેસ, સાબરમતી–વારાણસી એક્સપ્રેસ અને સાબરમતી–થાવા એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

22 મે, 2026થી દાદર-ભુજ એક્સપ્રેસમાં સુધારો કરવામાં આવશે, ત્યારબાદ 23 મે 2026ના રોજ ગાંધીધામ-હાવડા એક્સપ્રેસમાં કોચ ઉમેરાશે. 24 મેના રોજ ત્રણ ટ્રેનો — ઈન્દોર-અસારવા એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ અને સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસમાં વધારાનો કોચ જોડાશે.

 25 મે, 2026થી સાબરમતી-લખનૌ એક્સપ્રેસમાં, 26 મે, 2026થી સાબરમતી-સુલતાનપુર એક્સપ્રેસમાં અને 27 મે, 2026થી અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસમાં વધારાનો કોચ ઉમેરવામાં આવશે.