Thu Jun 18 2026

Logo

'રન મશીન' વિરાટ કોહલીએ IPL માટે પ્રેક્ટીસ શરુ કરી! જુઓ વીડિયો

2026-03-11 15:50:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ હવે ભારતમાં T20 ક્રિકેટના મહાકુંભ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝન શરુ થવા છે. 28 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટના આયોજન માટે BCCI અંતિમ તૈયારી કરી રહ્યું છે, ત્યારે ખેલાડીઓ પણ સજ્જ થઇ રહ્યા છે. એવામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પણ નેટ્સમાં પ્રેક્ટીસ શરુ કરી છે, જેનો વિડીયો સોશિયલ મડીયા પર શેર કરવામાં આવ્યો છે.

કોહલીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે નેટમાં પાવરફુલ શોટ્સ  રમતો જોવા મળે છે. વિડીયોના કેપ્શનમાં તેણે સેન્ડક્લોક ઇમોટિકોન સાથે "IPL 2026" લખ્યું  છે.
RCBએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો, જેના લખ્યું, "લાગે છે રન મશીનમાં સારી રીતે ઓઈલ કરવામાં આવ્યું છે. #IPL2026 અગાઉ જ શરૂ થઇ ગયો છે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 

1 ટીમ સાથે 19 વર્ષની સફર:
વિરાટ કોહલીએ RCB સાથે 18 વર્ષ પૂર્ણ કર્યા છે, હવે વિરાટ RCB તરફથી 19મી સિઝન રમશે. RCBએ વિરાટનું એક એડિટ કરેલું એક પોસ્ટર શેર કર્યું છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું, "19 સીઝન, 1 ટીમ, 1 દિગ્ગજ નામ. 2008 માં એક આશાસ્પદ યુવાન ખેલાડીથી ફ્રેન્ચાઇઝીમાં કોઈ તેનું સ્થાન ન લઇ શકે એવા આઇકોન સુધીની સફર. આ દિવસે 18 વર્ષ પહેલા, અમે પ્રથમ #IPLAuction માં U-19 પ્લેયર વિરાટ કોહલીને સાઇન કર્યો હતો.”

ગત વર્ષે IPLની 18 સિઝનમાં વિરાટકોહલીએ RCB ને ટાઇટલ જીતાડવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગત સીઝનમાં તે ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે 15 ઇનિંગ્સમાં 144.71 ના સ્ટ્રાઇક રેટ સાથે 657 રન બનાવ્યા હતા.