અયોધ્યા: રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને કિંમતી વસ્તુઓની કથિત ઉચાપત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરીને ફરિયાદમાં નામજોગ દર્શાવવામાં આવેલા આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ ધરપકડ ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મંદિરના દાનમાં થયેલી ગેરરીતિઓના પ્રાથમિક તપાસ અહેવાલ ઉત્તર પ્રદેશ સરકારને સોંપાયાના માત્ર બે દિવસ બાદ કરવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રા કે મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવના નામ સામેલ નથી. ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદે SITને તેનું કાર્યક્ષેત્ર વધારવા અને ચંપત રાય સહિતની પણ તપાસની માંગ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે માંગ કરી છે કે રામ મંદિરમાં ન અને કિંમતી વસ્તુઓની કથિત ઉચાપતની તપાસનો વ્યાપ વધારવામાં આવે. તેમણે કહ્યું કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની પણ તપાસ થવી જોઈએ, કારણ કે તેનું નામ ફરિયાદમાં નથી એટલે તેનો અર્થ તેવો ન થઈ શકે કે તેઓ તપાસથી મુક્ત નથી.
રામ મંદિર દાન કૌભાંડ કેસમાં ગઈકાલે આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આજે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓના નામ પણ લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ પણ વ્યક્તિ તપાસના દાયરાની બહાર નથી. જો કે હજુ સુધી ટ્રસ્ટના અધિકારીઓ પર હજુ સુધી ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો નથી, ત્યારે સમગ્ર મામલામાં તેમની ટાળવાની વૃત્તિ પર પ્રશ્નો ઉભા થયા છે.
આગળ વાત કરતાં આલોક કુમારે કહ્યું કે જ્યારે રામ મંદિરના દાનમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા, ત્યારે ટ્રસ્ટે SIT ની રચના કરવાની વિનંતી કરી હતી. SIT રિપોર્ટમાં જણાવાયું છે કે આઠ લોકો સામે પ્રાથમિક FIR દાખલ કરવામાં આવી છે, અને અન્ય લોકો સામે પણ તપાસ કરવામાં આવશે. 2027ની ચૂંટણીમાં આ મુદ્દો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે લોકોના આક્ષેપો પર પણ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે જે લોકો નાની માછલીઓ અને મોટી માછલીઓની વાત કરી રહ્યા છે તેઓ જાણતા નથી કે દરેકની તપાસ થઈ રહી છે, અને પોલીસે તે કરવી જ જોઈએ. તેમણે કહ્યું કે રાજીનામાની માંગના મુદ્દા પર પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે જે લોકો રાજીનામાની માગ કરી રહ્યા છે તે વિપક્ષી નેતાઓ પર પણ અનેક આરોપો લાગી ચૂક્યા છે પણ શું તેમણે ક્યારેય રાજીનામું આપ્યું? તેમણે કહ્યું હતું કે ચંપત રાય રાજીનામું આપશે કે નહીં તે તેમના પર નિર્ભર છે.