Sun Jul 26 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-22

2026-07-26 09:05:00
Author: Anil Rawal
Article Image

 

‘ખેલ ખતરનાક જરૂર છે, પણ એનો ટૂંક સમયમાં અંત આવી જવાનો.’ 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

રાધા દેવીપ્રસાદજીને ઘરે ઉતારીને રાતે ચાલતી ધરમશાળામાં પહોંચી. જગદીશ જાગતો હતો. 

‘કેમ હજી જાગે છે...?’ રાધાએ પૂછ્યું.

‘તમે ઊંઘ હરામ કરી નાખી છે...’ જગદીશ બોલ્યો.

રાધા હસી પડી, ‘તને કોઈનો ફોન હતો?’

‘હા, રાઘવે કરેલો... મેં એને કાંઈ કહ્યું નથી, પણ તમારે કેમ અચાનક ઉદયપુર જવાનું થયું?’ જગદીશે પૂછ્યું.

‘દેવીપ્રસાદજીને અકસ્માત થયો. ફોન આવેલો. એમને લેવા ગઈ હતી,’ રાધાએ કહ્યું.

‘પહેલાં પુરોહિત ને પછી દેવીપ્રસાદજી... હું કહું છું કે મને પણ કોઈ ઉડાવી દેશે,’ જગદીશ બોલ્યો.  

‘જગદીશ, દેવીપ્રસાદજીને મારવાનો કોઈએ પ્રયાસ નથી કર્યો. એમની ટૅક્સી ટ્રક સાથે ટકરાઈ હતી. એમને મામૂલી ઇજા થઈ છે.’

‘મૅડમ, મને તો આ ખેલ ખતરનાક લાગે છે... આપણા બધાના જીવ જોખમમાં છે,’ જગદીશનો ડર બોલ્યો.

‘ખેલ ખતરનાક જરૂર છે, પણ એનો ટૂંક સમયમાં અંત આવી જવાનો,’ રાધા બોલીને એના રૂમમાં જતી રહી.
*******
બીજે દિવસે દેવીપ્રસાદજી ઇરાવતીને મળવા ગયા. મળવા જવા પાછળનું કારણ એમની પાસે હતું. જોકે ઇરાદો જુદો હતો.

‘મુઝે અચાનક ઉદયપુર જાના પડા... રાસ્તે મેં એક્સિડેન્ટ હુઆ. ચોટ મામૂલી હૈ. પુરોહિતકો કંધા તક નહીં દે પાયા.’ એમણે  ઇરાવતી સમક્ષ વસવસો વ્યક્ત કર્યો. ઇરાવતીએ એમની ઇજાઓ જોઇને ચિંતા દર્શાવી.

‘ઇસ હાલાત મૈં આપકો નહીં આના ચાહિયે,’ ઇરાવતી બોલી.

‘મૈં ઠીક હું...’ પુરોહિત મૂળ વાત પર આવવા માગતા હતા. ‘પુરોહિત ઉસ દિન દેર રાત ઘર આયા ઉસકે બાદ ક્યા વો કૂછ બેચેન લગતા થા?’ દેવીપ્રસાદજીએ પૂછ્યું.

‘થોડે બેચેન લગતે થે.... કૂછ ખાતે હુએ કમરે મેં આયે... મૈંને પૂછા ક્યા ખા રહે હો... તો બોલે પ્રસાદ...’ ઇરાવતીએ કહ્યું. એટલામાં ધનરાજ પ્રવેશ્યો.

‘પ્રસાદ...? પ્રસાદ કિસને દિયા થા? કહાં સે લાયા થા? કૂછ બતાયા...?’ દેવીપ્રસાદજીએ પૂછ્યું.

‘નાજી કૂછ નહીં, બસ તુરંત સો ગયે.... લેકિન આપ યે સબ ક્યોં પૂછ રહે હો...?’ ઇરાવતીએ કહ્યું. 

‘ચાચાજી, માફ કરના... પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેં હાર્ટ એટેક આયા હૈ... અબ આપ કો ક્યા ડાઉટ હૈ...?’ ધનરાજે કહ્યું.

‘હાર્ટ એટેક કિસી ચિંતા યા બેચેની કે કારન હો સકતા હૈ...’ દેવીપ્રસાદજીએ કહ્યું...એમને અટકાવતાં ધનરાજે કહ્યુ: ‘ચાચાજી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેં સાફ લિખા હૈ... હાર્ટ એટેક... અબ પાપા કી ચિંતા કે કારન સે ક્યા ફર્ક પડનેવાલા હૈ...?’ 

‘તેરે બાપુ કા કોઈ ચક્કર ચલતા થા... રોજ રાત કો બહાર જાતે થે... હાર્ટ એટેક દિયા હોગા ઉસ ચુડેલને...’ ઇરાવતીએ મનમાં ધરબી રાખેલો બળાપો કાઢ્યો.

દેવીપ્રસાદજી ઇરાવતીનો વ્હેમ સમજી ગયા, પણ એની પાસેથી આવી અપેક્ષા નહતી. દેવીપ્રસાદજી પ્રસાદ શબ્દ સાથે બહાર આવ્યા. ઇરાવતી બીજો કોઈ બબડાટ કરે એ પહેલાં તેઓ નીકળી ગયા. પુરોહિતને ઝેરવાળો પ્રસાદ કોણે આપ્યો હશે... દેવીપ્રસાદજી આખે રસ્તે વિચારતા ઘરે ગયા. ઘરે પહોંચીને પહેલું કામ રાધાને ફોન કરવાનું કર્યું. 

‘પુરોહિતને ઝેરવાળો પ્રસાદ અપાયો હતો. પ્રસાદ ખાઈને સૂતો સવારે ઊઠ્યો નહીં.

પ્રસાદ જેમાં લાવ્યા એ પડિયો, કાગળ, પ્લાસ્ટિકની થેલી... કાંઈ ઘરમાંથી મળ્યું?’ રાધાએ પૂછ્યું.

‘રાધા, પોલીસની જેમ પૂછપરછ કરવાની કોશિશ કરી, પણ વાત આડે પાટે ચડી ગઈ. અને હવે પુરોહિતને ઝેર અપાયું હોવાની વાત કરીને ઇરાવતીને વિશ્વાસમાં લેવાનું મુશ્કેલ છે,’ દેવીપ્રસાદજી બોલ્યા.

‘ચાલો ઠીક છે. એટલું તો સાબિત થયું કે કોઈએ પુરોહિતને પ્રસાદમાં ઝેર આપ્યું હતું.’ ફોન મૂક્યા પછી રાધાને શંકર યાદ આવ્યો. ગુપ્તા સાથેની વાત અધૂરી રહી ગઈ હતી. એણે અંધારામાં તીર મારવા ફરી બાણ ચડાવ્યું. રાધાએ એનો પ્લાન બદલી નાખ્યો... એણે ગુપ્તાને ઘરે બોલાવવાનું કામ દેવીપ્રસાદજીને સોંપ્યું. 

‘ગુપ્તા, તૂ આજ રાત મેરે ઘર પે આ જા... એક ઝરૂરી બાત કરની હૈ...’ દેવીપ્રસાદજીએ કૉલ કરીને ગુપ્તાને કહ્યું.

ગુપ્તા વિચારમાં પડી ગયો. પહેલા રાધાએ ખાનગી વાત કરવા ઊભો રાખ્યો હવે દેવીપ્રસાદજી ઘરે બોલાવે છે. એણે અચ્છા આતા હું કહીને ફોન કાપ્યો. 
*********
રાતે ગુપ્તા દેવીપ્રસાદજીના ઘરે પહોંચ્યો ત્યારે રાધા ત્યાં હતી. ગુપ્તાને અંદાજ આવી ગયો કે રાધા ખાનગી વાત દેવીપ્રસાદજીની હાજરીમાં જ કરવા માગે છે. 

‘આ બૈઠ.’ દેવીપ્રસાદજીએ એને ખુરસી બતાવતાં કહ્યું. ‘રાધા સે મિલે હો પહેલે...?’ દેવીપ્રસાદજી બોલ્યા.

‘હાં દુકાન પે મિલે થે... કલ ભી મિલે લેકિન...’ ગુપ્તાએ કહ્યું.

‘લેકિન બાત અધૂરી રહ ગઈ...’ રાધા વચ્ચે બોલી.

‘દેખ ગુપ્તા યહાં હમ જો બાત હોગી વો ઇસ કમરે સે બહાર નહીં જાયેગી...’ દેવીપ્રસાદજીએ શરૂઆત કરી.

‘એસી ક્યા બાત હૈ દેવીપ્રસાદજી?’ ગુપ્તા મુંઝાયો.

‘હમારે મંદિર પર... યહાં આતે શ્રદ્ધાલુઓ પર મોત કા બડા ખતરા હૈ. આતંકવાદી હમલા હોનેવાલા હૈ.’ દેવીપ્રસાદજી બોલ્યા ને ગુપ્તા બંનેની સામે જોતો રહી ગયો. 

‘આતંકી ઘૂસ ચૂકે હૈ... લેકિન હમેં પતા નહીં કૌન હૈ... કિસ ભેસ મેં છુપે હૈ... હમેં કૂછ લોગોં પર શંકા હૈ...’ રાધા બોલી.

‘આપ કૌન હો...?’ ગુપ્તાએ મહત્ત્વનો સવાલ કર્યો. રાધાએ દેવીપ્રસાદજીની સામે જોયું. 

‘યે ઇન્ટેલિજન્સ બ્યૂરો કી એજન્ટ હૈ...’ દેવીપ્રસાદજીએ આપેલી ઓળખથી ગુપ્તા હલબલી ઊઠ્યો.

‘યે બાત કા કિસી કો ભી પતા નહીં ચલના ચાહિયે ક્યું કી આપકી જાન કો ભી ખતરા હો સકતા હૈ,’ રાધા બોલી.

‘આપ લોગ મુઝ સે ક્યા ચાહતે હો...?’ ગુપ્તાએ પૂછ્યું. 

‘શંકર... મેરા મતલબ હૈ... આપકી દુકાન મેં કામ કરતા હૈ ઉસ શંકર કે બારે મેં બતાઓ... ઉસકા પૂરા નામ ક્યા હૈ... કહાં સે આયા હૈ... સબ બતાઓ...’ રાધાએ પૂછ્યું. ગુપ્તા ધ્રૂજવા લાગ્યો. એની નજર સામેથી દુકાનની બહાર સૂઇ રહેતો... દુકાનનું આંગણું સાફ કરતો... વિશ્વાસ જીતીને દુકાનમાં રહેવા લાગેલો... સામાન ઝોખતો... શંકર તરવરવા લાગ્યો. 

‘પૂરા નામ માલૂમ નહીં... દુકાન કે બાહર પડા રહેતા થા... ઉસને મેરા વિશ્વાસ જીત લિયા... મુઝે ઉસ પર દયા આ ગઇ... મૈંને કામ પર રખા...’ ગુપ્તા બોલવા માંડ્યો.

‘કિતના ટાઇમ હો ગયા?’ રાધાએ પૂછ્યું.

‘કૂછ છહ મહિને હુએ હોંગેં...’ ગુપ્તાએ કહ્યું.

‘ક્યા ઉસસે મિલને કોઈ આતા હૈ... યા વો કિસી સે મિલને જાતા હૈ...? બાર બાર ફોન કરતા હૈ...?’ રાધાએ પૂછ્યું. 

‘નહીં વો કિસી સે મિલતા નહીં... હાં, કભી કભી વો સીધા સામાન દેને કે લિયે શ્રદ્ધાલુ કે સાથ મંદિર મેં જાતા હૈ...’

‘વો બાર બાર કોઈ એક હી શ્રદ્ધાલુ કે સાથ ગયા હૈ?’

‘આપકે સાથ એક બાર ગયા થા... ઔર મંદિર પરિસર મેં દૂધ બેચતા હૈ વો રાઘવ કે સાથે જાતા થા...’ ગુપ્તા બોલ્યો. 

‘ક્યા શંકર આતંકવાદી હૈ...? ક્યા મેરી જાન કો ખતરા હૈ...? આપ મુઝે અંદર તો નહીં કર દેંગેં ના...? મેરા કોઈ ગુના નહીં. ગુપ્તા શબ્દોને ઝોખ્યા વિના બોલી ગયો.

‘ગુપ્તાજી, આપ કો કૂછ નહીં હોગા. અગર આપ મેરા સાથ દેંગેં તો,’ રાધાએ કહ્યું.

‘આપ જો બોલો મૈં કરુંગા. શ્રદ્ધાલુઓ બચને ચાહિયે. હમ મંદિર પરિસરમેં લહુ દેખના નહીં ચાહતે,’ ગુપ્તા દેવીપ્રસાદજીની સામે જોતાં બોલ્યો.

‘આપ ઉસ પર નઝર રખો... વો કિસ સે બાત કરતા હૈ... કિસ સે ફોન કરતા હૈ... છૂપકે સે ઉસકા સામાન ચેક કરો... શંકર કો આપ પર શક નહીં જાના ચાહિયે...’ રાધા બોલી.

‘તેરા ઉનકે સાથ કા રવૈયા પહેલે જેસા હી રહેના ચાહિયે... સમઝા...?’ દેવીપ્રસાદજીએ ટકોર કરી. ગુપ્તા ગયો. દેવીપ્રસાદજી અને રાધા કોઈ વિચારમાં હતાં. 

‘ક્યા લગતા હૈ શંકરને પુરોહિત કો પ્રસાદ ખિલાયા હોગા?’ દેવીપ્રસાદજીએ પૂછ્યું.

‘શંકરને ખિલાયા યે તો પતા નહીં લેકિન, શંકર કે લિયે કિસીને પુરોહિત કો પ્રસાદ ખિલાયા હો સકતા હૈ,’ રાધા બોલી.
*********
રાધાએ કૉલ કરીને રાઘવને તબેલે જતાં અડધે રસ્તે મળવા બોલાવ્યો.

‘રાઘવ, બેજલમેડની બહાર આવેલા શંકરના મંદિરની દાનપેટી ગુમ છે. એની આસપાસના માહોલની પણ તપાસ કરવી છે,’ રાધાએ કહ્યું.

‘દાનપેટીની તપાસ? સમજાયું નહીં. ત્યાં એક સાધુ પણ રહે છે, મેં આવતાં-જતાં એને જોયો છે,’ રાઘવે કહ્યું.   

‘સાધુ...? ત્યાં સાધુ રહે છે...?’ રાધાએ પૂછ્યું. 

‘તું સાધુ અને દાનપેટીની તપાસ કર, મને સાધુ પર શંકા છે,’ રાધા બોલી. 
********
રાઘવ રાતે શંકરના મંદિરે ગયો. દાનપેટી એની જગ્યાએ હતી. એણે દાનપેટી ઉઠાવી. તાળું ન હતું. એણે દાનપેટી ખોલીને જોઈ. અંદર એક ચિઠ્ઠી હતી. રાઘવે ચિઠ્ઠી વાંચી.

‘સબ કે સબ મરોગે... લાશોં કે ઢેર લગા દેંગેં...’ રાઘવે ચિઠ્ઠી વાંચીને મુઠ્ઠી ભીડી લીધી.

એણે આસપાસ જોયું, કોઈ ન હતું. પાછળ જઈને જોયું તો સાધુ ન હતો... ઝૂંપડી ન હતી... ત્રિશુલ ન હતું. ગાત્રો થીજાવનારી ઠંડી હતી... તાપણું હતું ને ભડભડ બળતાં લાકડાની ઉપર તડતડ ઊડતા તણખા હતા. રાઘવે ત્યાં પડેલી સૂકી ડાળખીથી તાપણું ઉપર-તળે કર્યું. સાધુનો ભેશ ભસ્મિભૂત થઈ રહ્યો હતો.   
********
બેજલમેડની દામોદર લૉજમાં શર્ટ-પૅન્ટ, કાળું જાકીટ અને ગળામાં સફેદ મફલર વીટાળેલા એક સજ્જને કાઉન્ટર પર જઈને કહ્યુ: ‘રૂમ ચાહિયે...’  

 (ક્રમશ:)