Mon May 25 2026

Logo

સૂર્યવંશીએ તોફાની બેટિંગ પછી 3 આંગળીની સાઈન કરીને કર્યું સેલિબ્રેશન, શું છે તેનો અર્થ ? વૈભવે શું કહ્યું ?

2026-05-20 09:47:00
Author: Mayur Kumar Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં રાજસ્થાન રૉયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સતત સમાચારમાં છે. લખનઊ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં વૈભવે 38 બોલમાં 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને રાજસ્થાનને 7 વિકેટથી શાનદાર જીત અપાવી હતી. વૈભવની ઈનિંગ સહિત તેના અનોખા સેલિબ્રેશનની પણ ચર્ચા થઈ રહી છે.

વૈભવે ફિફટી ફટકાર્યા બાદ કરેલું સેલિબ્રેશન સૌથી અલગ હતું. આ વખતે તેણે 50 રન બનાવ્યા બાદ આંગળીઓથી Aનું નિશાન બનાવ્યું હતું. જે બાદ તમામ લોકો A સેલિબ્રેશનનો અર્થ સમજવા અને જાણવા માંગતા હતા. કેટલાક લોકોએ કહ્યું કે, તેની પસંદગી ઈન્ડિયા A ટીમમાં થઈ છે તેથી આવું સેલિબ્રેશન કર્યું.

મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે મુરલી કાર્તિકે વૈભવને આ સેલિબ્રેશન પાછળના રહસ્ય અંગે પૂછ્યું ત્યારે તેણે કોઈ સ્પષ્ટતા વગર વાત ટાળી દીધી હતી. જોકે હકીકત એ છે કે તેના A સેલિબ્રેશન પાછળનું ખૂબ ઊંડું રહસ્ય હતું.

વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રૉયલ્સના ટીમ મેનેજર સાથેની વાતમાં A સેલિબ્રેશન અંગે વાત કરી હતી. તેણે  રાજસ્થાન રૉયલ્સના મેનેજર રોમી ભિંડરને A સેલિબ્રેશનનો મતલબ સમજાવ્યો અને કહ્યું કે,  આ તેની માતાને સમર્પિત હતું.  વૈભવે જણાવ્યું કે, તેની માતાનું નામ A અક્ષરથી શરૂ થાય છે. તેથી તેણે Aનું નિશાન બનાવ્યું હતું. આ ઉપરાંત તેણે કહ્યું કે, પ્રેઝન્ટેશન વખતે તે વધારે જાણકારી આપતા માંગતો નહોતો તેથી કોઈ ફોડ પાડ્યો નહોતો. 

વૈભવ સૂર્યવંશીના માતાનું નામ આરતી સૂર્યવંશી છે. તેણે ભાવુક  જણાવ્યું કે, તેની દરેક સફળતા, દરેક અડઝી સદી અને જીવનની દરેક મોટી ઉપલબ્ધિ માતાને સમર્પિત છે. તેણે આ મુકામ સુધી પહોંચાડડવા ખૂબ ત્યાગ અને સંઘર્ષ કર્યો છે.

 

મેચમાં શું થયું

લખનઊ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાન પર 220 રન બનાવ્યા હતા. માર્શે 96 રનની ઈનિંગ રમી હતી. જૉશ ઇંગ્લિસે 60 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન રૉયલ્સે  19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 225 રન બનાવીને ટાર્ગેટ પાર પાડ્યો હતો. જયસ્વાલે 43 રન, વૈભવ સૂર્યવંશીએ 93 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ 53 રન બનાવી અણનમ રહ્યો હતો.