Thu Jun 18 2026

Logo

વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને રવિવારે મળશે બીસીસીઆઇનો પુરસ્કાર

2026-03-14 21:19:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં રવિવાર, 15મી માર્ચે યોજાનારા બીસીસીઆઇના `નમન અવૉર્ડ્સ' સમારોહમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજો ઉપરાંત ચૅમ્પિયન ટીમોને અપાનારા પુરસ્કારો વચ્ચે વડોદરાના 19 વર્ષીય લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન નિત્ય જિતેન્દ્ર પંડ્યાને અવૉર્ડ મળવાનો છે.

નિત્ય (Nitya) વડોદરા અન્ડર-19 તથા ઇન્ડિયા અન્ડર-19 વતી કુલ પાંચ મૅચ રમ્યો છે જેમાં તેણે એક સેન્ચુરી સહિત કુલ પોણાબસો રન કર્યા છે.

તેને કૂચ બિહાર ટ્રોફીમાં એલીટ ગ્રૂપમાં સૌથી વધુ રન કરવા બદલ એમ. એ. ચિદમ્બરમ ટ્રોફી (trophy) અપાશે. ઓપનર નિત્યએ ત્રણ મહિના પહેલાં વિજય હઝારે ટ્રોફીમાં કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં બરોડા વતી હૈદરાબાદ સામેની મૅચમાં 110 બૉલમાં 122 રન કર્યા હતા અને બરોડા એ મૅચ જીતી ગયું હતું.

રવિવારે મહારાષ્ટ્રના વિકી ઓસ્તવાલ, વિદર્ભના યશ રાઠોડ, વિદર્ભના જ ઉલ્હાસ ગાંધે તેમ જ જાણીતા પેસ બોલર હર્ષિત રાણા તેમ જ મહિલા ખેલાડી દીપ્તિ શર્મા તેમ જ શ્રી ચરનીને પણ પુરસ્કાર અપાશે.