ગુજરાતમાં લાંચ લેતા સરકારીઓ બાબુની સંખ્યમાં વધારે થઈ રહ્યો છે, સામે આવા લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વડોદરામાં સિંચાઈ વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર (વર્ગ-2) દીપકભાઈ પુંજાભાઈ બ્રહ્મભટ્ટને પણ લાંચ લેતા ઝડપાયાં હતાં. નાયબ કાર્યપાલ ઈજનેર દીપકભાઈ બ્રહ્મભટ્ટ રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયાં હતાં. આ મામલે કોર્ટે દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે ૩ વર્ષની જેલ અને 15 હજાર રૂપિયા દંડની સજા ફટકારી
આ કેસમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેવાના કેસમાં કોર્ટે ૩ વર્ષની જેલ અને 15 હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે. નસવાડી તાલુકાના ચેકડેમના કામના બાકી નાણાં અને ફાઇનલ બિલ મંજૂર કરવાના બદલામાં અધિકારીએ લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા નહોતો માંગતો એટલે તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. મૂળ વાત એ છે કે, છેક 2009માં એસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરાની વિશેષ અદાલતે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમને દોષિત ઠેરવ્યા અને સજા ફટકારી છે.
શું હતો આ સમગ્ર કેસ?
આ કેસની વાત કરવામાં આવે તો નસવાડી તાલુકામાં મેન નદી પર રૂપિયા 2.5 કરોડના ખર્ચે ચેકડેમો બનાવવામાં આવ્યાં તે કોન્ટ્રાક્ટરને બિલ મંજૂર કરાવવાના હતાં. એટલું જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટ લેવા માટે જે એફડી અને પર્ફોન્સ બોન્ડની રકમ જમા પડી હતી તે પણ લેવાની બાકી હતી. આ કામગીરી માટે નાયબ કાર્યપાલ ઈજનેર દીપક બ્રહ્મભટ્ટે રૂપિયા 4 લાખની માંગણી કરી હતી. જો કે, પછી બંને વચ્ચે વાટાઘાટો થઈ અને વાત 2 લાખ રૂપિયામાં ફાઈનલ થઈ હતી.
મૂળ વાત એ છે કે, કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતો નહોતો, એટલા માટે તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા ફરિયાદના આધારે સિંચાઈ વિભાગની ઓફિસમાં જ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી ઇજનેર દીપક લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયાં હતાં. આ કેસ 2009નો છે, જે 17 વર્ષ સુધી ચાલ્યો અને હવે તેનો અંત આવ્યો છે. હવે કોર્ટે આરોપીને ત્રણ વર્ષની જેલ અને રૂપિયા 15 હજારનો દંડ ફટકાર્યો છે.