Sun Jun 14 2026

Logo

શેરબજારમાં જબ્બર ઉછાળાની તૈયારી, યુએસ-ઇરાન ડ્રાફટ એમઓયુમાં શું શું છે?

2026-06-14 20:03:53
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા
મુંબઇ:
એક તરફ અખાતી દેશો મિસાઇન અને ડ્રોન એટેકથી ત્રાહીમામ પોકારી ગયા છે અને બીજી તરફ વિશ્ર્વના અનેક દેશ ઇંધણ સંકટ સામે લડી રહ્યા છે. આ બધાની અસરરૂપે સતત ધોવાઇ રહેલા રોકાણકારો પ્રાર્થના કરી રહ્યા છે કે યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય. હાલ મલી રહેલા અહેવાલો અનુસાર ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર અંતિમ ચરણમાં છે અને જો ડ્રાફ્ટ એમઓયુની વિગતો ધ્યાનમાં લેવામાં આવે તો હોર્મુઝ સ્ટ્રેઇટ ખૂલી જવાની આશા વચ્ચે બજારમાં સોમવારે મોટા, જબ્બર ઉછાળાની આશા રાખી શકાય.

આમ તો આખા જગતની નજર જીનીવા પર એટલે મંડાયેલી હતી કે ઇરાન અને અમેરિકા વચ્ચે કથિતરૂપે અને રોઇટર સહિતની સમાચાર સંસ્થાઓના અહેવાલ અનુસાર જે ડ્રાફ્ટ એમઓયુ પર વર્ચ્યુઅલ હસ્તાક્ષર થયા છે તેમાં ઇરાન અને અમેરિકાની જે કઠીન શરતો હતી, તેમાંની મોટાભાગની શરતો પર સહમતી સધાઇ હોવાની વાતો છે. જો આ સાચુ હોય તો બજારમાં જોરદાર ઉછાળાની ચાલ જોવા મળે એવી અપેક્ષા છે.

ઇરાની અધિકારીએ જાહેર કરેલા ડ્રાફ્ટ એમઓયુ અમેરિકા ઇરાન પરના પ્રતિબંધો હટાવવા અને હોર્મુઝ સ્ટ્રેઇટ પરનો બ્વોકેડ દૂર કરવા સહમત થયુું છે. આ ઉપરાંત ઇરાનની લગભગ ૨૫ અબજ ડોલરની વિદેશ સ્થિત સંપત્તિ પણ છૂટી કરવાનો માર્ગ મોકળો કરવાની અમેરિકાએ સહમતી આપી છે. સામે પક્ષે ઇરાન કોઇ નવી અણુ કે યુરેનિયમ સાધનો વિકસાવવાનું બંધ કરશે એવું ડ્રાફ્ટ એમઓયુ જણાવે છે. જોકે આ બધી પ્રક્રિયામાં ૬૦ દિવસનો સમય લાગશે એવી વાત પણ છે. ગ્લોબલ ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટ પર જોકે આની તાત્કાલિક અસર જોવા મળે એવી સંભાવના છે.

ઇરાન અને અમેરિકાના કરાર ઉપરાંત વિશ્ર્લેષકો અનુસાર રોકાણકારો ફુગાવાના આંકડા, યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય અને ક્રૂડ ઓઇલના ભાવના વલણો પર ધ્યાન કેન્દ્રિ ત કરશે. ખાસ કરીને, યુએસ-ઈરાન કરાર પર હસ્તાક્ષરની સાચી સ્થિતિ, વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ પ્રવૃત્તિ અને ગ્લોબલ માર્કેટમાં ગતિશીલતા પણ સ્થાનિક ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટને દોરશે.

એક ટોચના માર્કેટ એનાલિસ્ટે કહ્યું હતું કે, બજારની દિશા મુખ્ય મેક્રોઇકોનોમિક ડેટા પોઇન્ટ્સથી પ્રભાવિત થશે, જેમાં સ્થાનિક ડબલ્યુપીઆઇ ઇન્ફ્લેશન, ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન અને આગામી યુએસ ફેડ નિર્ણયનો સમાવેશ થાય છે. ભારતીય ઇક્વિટી એક વિસ્તૃત એકત્રીકરણ સમયગાળાના અંતની નજીક હોય તેવું લાગે છે. મજબૂત સ્થાનિક પ્રવાહિતાએ વારંવાર ગ્લોબલ મેક્રોઇકોનોમિક વિક્ષેપો સામે બજારને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે વિદેશી આઉટફ્લોને સરભર કરવામાં અને રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.

આ તબક્કો ગ્લોબલ ઇન્વેસ્ટર્સથી વધુ સ્થિતિસ્થાપક સ્થાનિક સહભાગીઓ તરફ ઇક્વિટી માલિકીમાં સતત પરિવર્તનનો પણ સંકેત આપે છે. એફઆઇઆઇ વેચાણમાં ઘટાડો અથવા ફેડરલ રિઝર્વની નીતિ દિશા પર સુધારેલ દૃશ્યતા એક ટ્રિગર બની શકે છે, જે સેક્ધડરી બજારમાં મોટા સ્થાનિક મૂડી પૂલને અનલોક કરી શકે છે અને સંભવત: વ્યાપક-આધારિત બજાર બ્રેકઆઉટને ચલાવી શકે છે.

બે અઠવાડિયાના ઘટાડાનો દોર તોડ્યા પછી, ભારતીય બજારો ૧૫ જૂનના સપ્તાહમાં સાવચેતીપૂર્વક હકારાત્મક નોંધ સાથે પ્રવેશ કરી રહ્યો છે. બેંકિંગ શેરોમાં મજબૂત વધારાને કારણે રિકવરીમાં સારો ટેકો મળ્યો હતો, જ્યારે આઇટી, મેટલ અને ઊર્જા દબાણ હેઠળ રહ્યા હતા. આ સપ્તાહમાં મુખ્ય ધ્યાન યુએસ-ઈરાન શાંતિ કરાર, ભારત જથ્થાબંધ ફુગાવા, યુએસ ફેડનો નિર્ણય, બેંક ઓફ જાપાન નીતિ, ક્રૂડ ઓઇલની હિલચાલ અને એફઆઇઆઇના પ્રવાહ પર રહેશે.

શુક્રવારે ભારતીય બજારોમાં સામાન્ય તેજી જોવા મળી હતી, પરંતુ શુક્રવારે તેજી જોવા મળી હતી. નિફ્ટી ૨૩,૬૨૨ પર બંધ થયો હતો, જે અઠવાડિયા દરમિયાન લગભગ ૧.૧ ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે સેન્સેક્સ ૭૫,૫૨૭ પર બંધ થયો હતો. શુક્રવારે તેજી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની આશા, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ ૮૭ નો ઘટાડો અને વૈશ્ર્વિક સેન્ટિમેન્ટમાં સુધારા દ્વારા પ્રેરિત હતી.

સેકચરલ ધોરણે વલણ મિશ્ર રહ્યું. ખાનગી બેંકોએ પાંચ ટકાના વધારા સાથે રિકવરીમાં આગેવાની લીધી, ત્યારબાદ ઙજઞ બેંકોનો ક્રમ ૩.૨ ટકા વધ્યો. બીજી તરફ, આઇટી, મેટલ અને એનર્જી શેરો દબાણ હેઠળ રહ્યા, જેના કારણે એકંદર બજાર ઉછાળો મર્યાદિત રહ્યો હતો. ગયા અઠવાડિયે બજારની રિકવરી માટે બેંકિંગ શેરો સૌથી મોટો ટેકો હતા. શુક્રવારે બેંક બેન્ક નિફ્ટી લગભગ ત્રણ ટકા વધ્યો હતો, જેમાં તમામ ૧૪ ઘટકો લીલા રંગમાં બંધ થયા હતા.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ભૂ-રાજકીય તણાવ ઓછો થવાથી જોખમ લેવાની ક્ષમતામાં સુધારો થવાથી આ મજબૂતી આવી હતી. જ્યારે ક્રૂડ ઠંડુ થાય છે ત્યારે બેંકોને સામાન્ય રીતે ફાયદો થાય છે કારણ કે તે ફુગાવા, બોન્ડ યીલ્ડ અને રૂપિયા પર દબાણ ઘટાડે છે. આનાથી સ્થાનિક ક્ષેત્રો માટે સેન્ટિમેન્ટમાં પણ સુધારો થાય છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ૫.૭ ટકા વૃદ્ધિ સાથે લાભ મેળવ્યો, ત્યારબાદ એચડીએફસી ફર્સ્ટ બેંકનો ક્રમ આવે છે, જેમાં ૫.૬ ટકાનો વધારો થયો હતો.

આ અઠવાડિયાની મુખ્ય ઘટનામાં ૧૭ જૂને યુએસ ફેડરલ રિઝર્વ નીતિ નિર્ણય હશે. બજારો મોટે ભાગે દરો યથાવત રહેવાની અપેક્ષા રાખે છે, પરંતુ નવા નિયુક્ત ફેડરલ અધ્યક્ષ કેવિન વોર્શની ટિપ્પણી મહત્વપૂર્ણ રહેશે. રોકાણકારો મૂલ્યાંકન કરે છે કે ફુગાવાના જોખમો લાંબા સમય સુધી દરોને ઊંચા રાખી શકે છે કે નહીં. વધુમાં, બેંક ઓફ જાપાનની બેઠક ૧૫-૧૬ જૂને મળે છે, જે દર એક ટકા સુધી વધારે એવી અપેક્ષા છે, જે ૧૯૯૫ પછીનું ઉચ્ચતમ સ્તર હશે.

ભારતનો મે હોલસેલ ફુગાવો ડેટા આ અઠવાડિયે ખાસ ફોકસમાં રહેશે, જે એપ્રિલમાં ૮.૩ ટકા સુધી પહોંચ્યો હતો, જે લગભગ સાડા ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્તર છે. મે મહિનાના ડેટો મહત્વપૂર્ણ રહેશે કારણ કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધુ એક તીવ્ર વધારો ફુગાવાની ચિંતાઓને જીવંત રાખી શકે છે.

યુએસ-ઈરાન શાંતિ કરારની આશાએ મધ્ય પૂર્વમાં પુરવઠામાં વિક્ષેપના ભયને ઓછો થયો હોવાથી ગયા અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. અઠવાડિયાની શરૂઆતમાં ૯૩ ડોલરથી ઉપર ટ્રેડ થયા પછી, બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૯૦ ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયો હતો. આ ઘટાડો એવા અહેવાલોને કારણે થયો હતો કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં સમજૂતી થઈ છે, જેનાથી આશા જાગી છે કે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવ ઓછો થઈ શકે છે. આ વૈશ્ર્વિક બજારો માટે એક મુખ્ય રાહતની ઘટના છે. જો ટ્રમ્પ ફરી દિશાસૂચક કૂકડાની માફક ફેરફુદડી ના ફરી જાય તો શેરબજારમાં તેજીના સંયોગ છે.