Wed Jul 22 2026

Logo

ફાર્મા શેરોમાં વેચવાલીથી માર્કેટ રેડ ઝોનમાં, નિફ્ટી 24,100 નીચે, સેન્સેક્સમાં 550 પોઇન્ટનો ઘટાડો

2026-07-22 10:35:00
Author: Mumbai Samachar Team
Article Image

ફાર્મા સેક્ટરમાં વેચવાલી હાવી થતા ભારતીય શેરબજારમાં રેડ ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી 24,100 નીચે સરકી ગયો છે. માર્કેટમાં 1069 શેરમાં વધારો જ્યારે 1187 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 167 શેરમાં કોઇ મૂવમેન્ટ જોવા મળી નથી. 

નિફ્ટી ટોપ લૂઝર્સ

નિફ્ટીમાં ટોચના ઘટનારા શેરો પર નજર કરીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન, સિપ્લા, મેક્સ હેલ્થકેર, સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરી, એસબીઆઇ, બંધન બેંક, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, પિરામલ ફાર્મા, ઇપ્કા લેબ્સ, કોનકોર્ડ બાયોટેકમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે. 

નિફ્ટી ટોપ ગેઇનર્સ

નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો બજાજ ઓટો, ONGC, મારુતિ સુઝુકી, હિન્દાલ્કો, નેસ્લે, એમએમ ફાઇનાન્સિયલ, ચેન્નેઇ પેટ્રો, આરઆર કેબલ, ટીવીએસ મોટર્સ, કલ્યાણ જ્વેલર્સ, ટ્રાઇડન્ટ, બજાજ ઓટો ટોપ ગેઇનર્સ લિસ્ટમાં છે. 

એશિયન બજારો

એશિયન બજારો પર નજર કરીએ તો જાપાનનો નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, તાઇવાન, કોસ્પી, શાંઘાઈમાં ગ્રીન ઝોનમાં કારોબારો જોવા મળી રહ્યો છે. જ્યારે જકાર્તા, હેંગસેંગ, ગિફ્ટી નિફ્ટી રેડ ઝોનમાં છે.