Thu Jun 18 2026

Logo

પાકિસ્તાનમાં અરાજકતા: કરાચી અને લાહોરમાં અમેરિકી કોન્સ્યુલેટ ખાલી કરવા આદેશ...

islamabad   2026-03-04 17:09:01
Author: Vimal Prajapati
Article Image

US Department X


ઈસ્લામાબાદઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ઈરાન દ્વારા વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર 28 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, ત્યાર પછી ઈરાન દ્વારા વળતા આક્રમક હુમલાઓ પણ ચાલુ. આ યુદ્ધની આગ હવે પાકિસ્તાનમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં આયાતુલ્લા અલી ખામેનેઈના સમર્થનમાં પ્રદર્શન થયા હતા, જેના કારણે 25થી વધુ પાકિસ્તાનીનાં મોત થયાં હતાં, જેના કારણે પાકિસ્તાનસ્થિત અમેરિકન દૂતાવાસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

પાકિસ્તાનમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ યુએસનો નિર્ણય

આયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું થયું તે બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન સતત વધી રહ્યાં છે. સ્થિતિ એટલી ખરાબ થઈ કે પાક પ્રદર્શનકારીઓ કરાચીમાં આવેલા અમેરિકન દૂતાવાસ પર હુમલો કરવામાં માટે આવી પહોંચ્યાં હતાં. આ સ્થિતિને ધ્યાન રાખતા બુધવારે અમેરિકાએ કરાચી અને લાહોરમાં તેના કોન્સ્યુલેટના કેટલાક કર્મચારીઓને પાકિસ્તાન છોડવાનો આદેશ આપી દીધો છે. 

યુએસ દૂતાવાસે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું

પાકિસ્તાનમાં આવેલા યુએસ દૂતાવાસે એક સત્તાવાર નિવેદન જાહેર પ્રમાણે વાત કરવામાં આવે તો, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે લાહોર અને કરાચીમાં યુએસ કોન્સ્યુલેટમાં બિન-ઇમરજન્સી યુએસ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને સુરક્ષા જોખમોને કારણે પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે. જોકે, ઇસ્લામાબાદમાં દૂતાવાસની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

Ommcom
 યુદ્ધના માહોલ વચ્ચે પાકિસ્તાનમાં આતંકી હુમલોનો ડર

પાકિસ્તાનમાં ડર એ વાતનો છે કે, પાકિસ્તાનમાં આતંકવાદીઓ કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના હુમલો કરી શકે છે. જેમાં તે પરિવહન કેન્દ્રો, હોટલો, બજારો, મોલ, સેન્ય અને સુરક્ષા બળો, એરપોર્ટ, ટ્રેન સ્ટેશન, શાળાઓ, હોસ્પિટલો અને પર્યટન સ્થળો જેવા સ્થાનો પર આતંકીઓ હુમલો કરી શકી છે. જેના કારણે અમેરિકાએ સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. 

ખાસ કરીને વાત કરવામાં આવે તો આગમી 6 માર્ચ સુધી અમેરિકાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યુએસ દૂતાવાસની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, 6 માર્ચ સુધીની બધી વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે.