Mon Aug 31 2026

Logo

અમેરિકા ઈરાનના યુદ્ધ વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટયો, જાણો વિગતે

Wasington D.C.   2026-03-25 16:16:00
Author: Chandrakant Kanoja
અમેરિકા ઈરાનના યુદ્ધ વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટયો, જાણો વિગતે

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટી રહ્યો છે. હાલમાં કરવામાં આવેલા સર્વે મુજબ માત્ર 36 ટકા અમેરિકનો  ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યથી  સંતુષ્ટ છે. જે  તેમના બીજા કાર્યકાળનું અત્યાર સુધીનું સૌથી નીચું લોકપ્રિયતા રેટિંગ છે. આ ઉપરાંત  ગત અઠવાડિયે  ટ્રમ્પની લોકપ્રિયતા 40 ટકા હતી  જે આ અઠવાડિયે ઘટીને 36 ટકા થઈ ગઈ છે. 

ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ચાર ટકા ઘટયો

જેના પગલે કહી શકાય કે એક અઠવાડિયા દરમિયાન ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ચાર ટકા ઘટયો છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ વિશ્વમાં ક્રુડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. જેના લીધે ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. 

62 ટકા લોકોએ ટ્રમ્પની કામગીરી અંગે નાપસંદગી વ્યક્ત કરી

ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા અંગે હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ  62 ટકા લોકોએ ટ્રમ્પની કામગીરી અંગે નાપસંદગી વ્યક્ત કરી હતી. જીવનનિર્વાહના ખર્ચના મુદ્દા અંગે પરિસ્થિતિ વધુ ગંભીર છે. જેમાં  ફક્ત 25 ટકા અમેરિકનોએ આ બાબતે ટ્રમ્પના અભિગમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  ઉલ્લેખનીય છે  કે ટ્રમ્પે વર્ષ 2024 ની ચૂંટણીમાં ફુગાવા અને જીવનનિર્વાહ ખર્ચ  ઘટાડવા અંગે  વચનો બાદ જીત મેળવી હતી.  

આર્થિક વ્યવસ્થાપન અંગેના ટ્રમ્પના રેટિંગમાં પણ ભારે ઘટાડો

ડોનાલ્ડ ટ્રમ્પને હવે આ જ મુદ્દો  ભારે પડી રહ્યો છે. આ ઉપરાંત આર્થિક વ્યવસ્થાપન અંગેના ટ્રમ્પના રેટિંગમાં પણ ભારે ઘટાડો થયો છે. હાલમાં ફક્ત 29 ટકા લોકો જ તેમના અર્થતંત્રના સંચાલનને સમર્થન આપે છે. આ આંકડો તેમના બંને કાર્યકાળ દરમિયાન તેમના મંજૂરી રેટિંગનો સૌથી નીચો બિંદુ દર્શાવે છે. આર્થિક મુદ્દાઓ પરના તેમના વર્તમાન રેટિંગ હવે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા પ્રાપ્ત થયેલા રેટિંગ કરતા પણ ઓછા થઈ ગયા છે.