મેષ:
આજનો દિવસ તમારા માટે અત્યંત ઉત્સાહવર્ધક અને સકારાત્મક પરિણામો લાવનારો રહેશે. ચંદ્ર અને ગુરુ વચ્ચે રચાઈ રહેલા શુભ 'રાશિ પરિવર્તન યોગ'ના પ્રભાવથી ક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિ અને નિર્ણયોની ઉપરી અધિકારીઓ દ્વારા ખુલ્લા મનથી પ્રશંસા થશે. આર્થિક મોરચે લાંબા સમયથી અટકેલા નાણાં અચાનક પરત મળવાથી મન પ્રસન્ન રહેશે અને બચતમાં વધારો થશે. વેપારીઓ માટે કોઈ નવી અને મોટા નફાકારક પ્રોજેક્ટની ડીલ ફાઇનલ થવાના ઉત્તમ યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને સાંજનો સમય સ્વજનો સાથે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યની ચર્ચામાં વિતશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધાર્યું પરિણામ મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ બહારના આહારમાં સંયમ રાખવો.
વૃષભ:
આજના દિવસની શરૂઆત માનસિક શાંતિ અને નવી ઊર્જા સાથે થશે. વ્યાવસાયિક ક્ષેત્રે નવા ગ્રાહકો અથવા વગદાર ભાગીદારો જોડાવાથી આર્થિક લાભનું પ્રમાણ વધશે. ઓફિસમાં સહકર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળવાથી અટકેલા અગત્યના પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા થશે. નાણાકીય બાબતોમાં આવેગમાં આવીને બિનજરૂરી ખર્ચ કરવાથી બચવું અને ભવિષ્ય માટે બચત કરવા પર વધુ ધ્યાન આપવું. પરિવારમાં કોઈ ખુશીના સમાચાર મળવાથી ઉત્સવ જેવો માહોલ સર્જાશે. અવિવાહિત લોકો માટે યોગ્ય સ્થળેથી લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, માથાનો દુખાવો કે થાક અનુભવાય તો પૂરતો આરામ લેવો. જીવનસાથી તરફથી કોઈ વિશેષ ભેટ મળી શકે છે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. રાશ્યાધિપતિ અને ગુરુ-ચંદ્રના ગોચરના કારણે આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે. સામાજિક સ્તરે તમારી માન-પ્રતિષ્ઠા અને ખ્યાતિમાં વધારો થશે. જૂના અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે અને પૈતૃક સંપત્તિમાંથી મોટો આર્થિક લાભ થઈ શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા પગારવધારાના શુભ સમાચાર મળી શકે છે. જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળો અનુકૂળ છે. ઓફિસમાં કામનું ભારણ થોડું વધુ રહેશે, પરંતુ ધૈર્ય અને બુદ્ધિથી કામ લેશો તો સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સાંજના સમયે મિત્રો સાથે સમય વિતાવવાથી મન હળવું થશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવશે. આજે ગુરુ ગ્રહ તમારી રાશિમાં બિરાજમાન હોવાથી તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે અનુભવીઓની સલાહ લેવી હિતાવહ રહેશે. કાર્યસ્થળ પર તમારી વાતને પ્રાધાન્ય મળશે અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી અને કોઈ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો. જો કોઈ નાણાં લાંબા સમયથી અટવાયેલા હોય તો તે પરત મળવાના યોગ છે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યનો યોગ્ય ખ્યાલ રાખવો. નવી યોજનાઓ કે રોકાણ શરૂ કરતા પહેલા તમામ પાસાઓની ચકાસણી કરી લેવી. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, બહારનો ખોરાક ટાળવો. મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવનસાથીનો પૂરો સહયોગ મળશે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે. તમારી લીડરશિપ ક્વોલિટી અને આત્મવિશ્વાસ આજે ઉત્તમોત્તમ રહેશે, જેનાથી દરેક ક્ષેત્રમાં અપેક્ષિત સફળતા મળશે. નોકરીયાત વર્ગ માટે પ્રગતિ, પ્રમોશન કે મનપસંદ બદલી મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. વેપારના વિસ્તાર માટે બનાવેલી નવી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો, જે ભવિષ્યમાં મોટો આર્થિક લાભ કરાવશે. ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે અને ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. સમાજમાં તમારી લોકપ્રિયતા અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સખત મહેનતનું ઉત્તમ ફળ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે દિવસભર ઊર્જાવાન અનુભવશો. સાંજનો સમય પરિવાર સાથે આનંદ-પ્રમોદમાં પસાર થશે.
કન્યા:
આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે પોતાની બુદ્ધિ અને ચતુરતાથી અટકેલા કાર્યો પૂરા કરવાનો છે. કાર્યક્ષેત્રમાં તમારી લાંબા સમયની મહેનત રંગ લાવશે અને કોઈ મોટો પ્રોજેક્ટ તમારા નામે થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે, જેનાથી જૂના દેવા કે લોન ચૂકવવામાં સરળતા રહેશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને સંતાનો તરફથી કોઈ ખાસ શુભ સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યક્રમોમાં જવાનો મોકો મળશે, જ્યાં પ્રભાવશાળી લોકો સાથે નવા અને લાભદાયી સંપર્કો બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ નિયમિત આહાર અને દિનચર્યા જાળવવી. લાંબા ગાળાના મૂડી રોકાણ માટે દિવસ અત્યંત અનુકૂળ છે.
તુલા:
ભાગ્ય આજે તમને પૂરેપૂરો સાથ આપી રહ્યું છે, કારણ કે ચંદ્રનું ગોચર તમારા પરાક્રમ ભાવમાં થઈ રહ્યું છે. અટકી પડેલા કામો સરળતાથી પૂરા થવા લાગશે. કાયદાકીય કે કોર્ટ-કચેરીના મામલાઓ ચાલી રહ્યા હોય તો પરિણામ તમારા પક્ષમાં આવવાની પ્રબળ સંભાવના છે. વેપારીઓ માટે નવી નફાકારક ભાગીદારીની તકો ઊભી થશે, જે બિઝનેસને નવી ઊંચાઈ પર લઈ જશે. આર્થિક સ્થિતિ મજબૂત થવાથી નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાની યોજના સફળ બની શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. શારીરિક અને માનસિક રીતે ખુશી અનુભવાશે. માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો લાભદાયી રહેશે.
વૃશ્ચિક:
વૃશ્ચિર રાશિના જાતકો માટે આજે રચાઈ રહેલો 'રાશિ પરિવર્તન યોગ' અત્યંત સુખદ અને ભાગ્યવર્ધક રહેશે. ચંદ્ર ધન ભાવમાં અને ગુરુ ભાગ્ય ભાવમાં હોવાથી તમને દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. આર્થિક પ્રગતિના નવા માર્ગો ખુલશે. જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છે અથવા જોબ ચેન્જ કરવા માંગે છે, તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. વિદેશ સાથે જોડાયેલું કામ કરનારને પ્રમોશન અને આર્થિક લાભ મળવાનો યોગ છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પૂરતો આરામ લેવો પણ જરૂરી છે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓ અને ઉત્સાહમાં વધારો કરનારો સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી ઉત્કૃષ્ટ કામગીરીથી ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ પ્રભાવિત થશે, જેથી નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક બાબતોમાં ભાગ્યનો સાથ મળશે અને અચાનક કોઈ સ્ત્રોતથી નાણાકીય લાભ થવાની સંભાવના છે. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક પ્રસંગનું આયોજન થવાથી સગા-સંબંધીઓની અવરજવર રહેશે. જીવનસાથી સાથે વૈવાહિક જીવન મધુર બનશે અને ભવિષ્યના મોટો આયોજનો પર ચર્ચા થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, જૂની શારીરિક તકલીફમાંથી રાહત મળશે. મિત્રો સાથે ટૂંકી યાત્રાનું પ્લાનિંગ થઈ શકે છે.
મકર:
આજનો દિવસ મકર રાશિના જાતકો માટે એક પછી એક સારા સમાચાર લઈને આવશે. આજે તમને તમારી ભૂતકાળની મહેનતનું યોગ્ય અને શુભ ફળ પ્રાપ્ત થશે, જેનાથી આત્મવિશ્વાસ બેગણો વધશે. નવી નોકરી કે કારકિર્દીમાં બદલાવની શોધમાં રહેલા લોકોને ઉત્તમ તકો મળી શકે છે. વેપારમાં દૈનિક આવકમાં વધારો થશે અને નવી યોજનાઓ સફળતાપૂર્વક આગળ વધશે. મિલકત કે જમીન સંબંધી અટકેલા સરકારી કામો મિત્રો કે વરિષ્ઠ અધિકારીઓની મદદથી સરળતાથી ઉકેલાઈ જશે. સંતાનોના અભ્યાસ કે કારકિર્દીને લઈને ચાલી રહેલી ચિંતાઓનો સુખદ અંત આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ દિનચર્યા નિયમિત રાખવી. સાંજનો સમય વડીલોના આશીર્વાદ લેવામાં વિતાવવો.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક સ્થિરતા અને શાંતિ જાળવી રાખવા માટે ઉત્તમ છે. વ્યવસાયિક ક્ષેત્રે નવી ટેકનોલોજી કે આધુનિક પદ્ધતિ અપનાવવાથી કામ ઝડપી બનશે અને નફામાં વધારો થશે. નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે સાવચેત રહેવું અને કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું. પરિવારમાં જીવનસાથી સાથે કોઈ જૂની વાતને લઈને અણબનાવ થાય તો શાંતિથી સંવાદ સાધીને ઉકેલ લાવવો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એકાગ્રતા વધારનારો અને અભ્યાસ માટે ઉત્તમ છે. સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું અને પૂરતું પાણી પીવું. સાંજનો સમય જૂના મિત્રો સાથે આહલાદક વાતાવરણમાં વિતશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે અત્યંત સકારાત્મક અને પ્રોત્સાહક પરિણામો લાવશે. કલા, સાહિત્ય કે સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની સુવર્ણ તક મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે ભવિષ્ય માટે મોટું રોકાણ કે સેવિંગ પ્લાન કરી શકશો. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે અને પાર્ટનર સાથે યાદગાર સમય વિતાવવાની તક મળશે. પરિવારના સભ્યોનો દરેક મહત્વપૂર્ણ નિર્ણયમાં પૂરો સાથ-સહકાર મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ છે અને શારીરિક સ્ફૂર્તિ અનુભવાશે. ધાર્યા કામ સમયસર પૂરા થશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.