જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું ગોચર અને તેમની વચ્ચે બનતા વિશેષ યોગનું અત્યંત મહત્વ હોય છે. આગામી 26મી જુલાઈ 2026ની સવારે એક અત્યંત શુભ અને દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે. દેવગુરુ બૃહસ્પતિ અને મનના કારક ગ્રહ ચંદ્ર વચ્ચે અદભુત 'રાશિ પરિવર્તન યોગ'નું નિર્માણ થશે,
જ્યોતિષીય ગણતરી મુજબ, 'રાશિ પરિવર્તન યોગ' ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાની રાશિમાં બિરાજમાન હોય. 26મી જુલાઈની સવારે ગુરુ ગ્રહ ચંદ્રની રાશિ કર્કમાં બિરાજમાન હશે, જ્યારે ચંદ્ર દેવ ગુરુની રાશિ ધનમાં ગોચર કરશે. આ શુભ યોગની રચના થવાથી કેટલીક રાશિઓના જાતકોને કરિયર, વેપાર અને આર્થિક ક્ષેત્રે અણધાર્યા અને સુખદ પરિણામો મળવાના પ્રબળ યોગ છે. આવો જાણીએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ:
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આ યોગ અત્યંત ફળદાયી સાબિત થશે. હાલમાં ગુરુ તમારી રાશિથી બીજા ભાવમાં બિરાજમાન છે, જ્યારે 26મી જુલાઈએ ચંદ્ર સાતમાં ભાવમાં ગોચર કરશે. આ યોગ બનવાથી તમને સામાજિક સ્તરે મોટી ખ્યાતિ અને માન-સન્માન મળશે. લાંબા સમયથી અટવાયેલું ધન પાછું મળવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિમાંથી મોટો આર્થિક લાભ મળી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળવાના યોગ છે. જ્યારે કારોબારીઓની નવી યોજનાઓ સફળ થશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય ઉત્તમ છે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ તેમના દસમા ભાવમાં બિરાજમાન છે અને ૨૬ જુલાઈએ ચંદ્રનું ગોચર તમારા પરાક્રમ ભાવમાં થશે. ૨૬ જુલાઈ પછીના દિવસો તમારા માટે અત્યંત ખાસ રહેશે. કારોબારીઓને બિઝનેસમાં કોઈ મોટી અને નફાકારક ડીલ મળી શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને મોટી સફળતા મળવાના યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારા અને વધુ શુભ ફળની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો લાભદાયી રહેશે.
વૃશ્ચિક:
મંગળની રાશિ વૃશ્ચિક માટે પણ આ 'રાશિ પરિવર્તન યોગ' અત્યંત સુખદ અને મંગળકારી રહેવાનો છે. આ યોગ દરમિયાન ચંદ્ર તમારા ધન ભાવમાં અને ગુરુ ભાગ્ય ભાવમાં રહેશે. આ સમયગાળામાં તમને ભાગ્યનો પૂરેપૂરો સહકાર મળશે, જેનાથી આર્થિક પ્રગતિના નવા માર્ગો ખુલશે. જો તમે લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છો અથવા જોબ ચેન્જ કરવા માંગો છો, તો તમારી ઈચ્છા પૂરી થશે. વિદેશ સાથે જોડાયેલા કામ કરનારાઓને મોટી સફળતા અને પ્રમોશન મળી શકે છે. આ શુભ યોગને કારણે તમારા પારિવારિક જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે.