અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો 46 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે કચ્છમાં સૌથી ઓછો 6.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.15 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 22.15 ટકા, પૂર્વ મધ્યમાં 35.94 ટકા અને સૌરાષ્ટ્રમાં 38.68 ટકા વરસાદ પડ્યો છે.
આ 10 જિલ્લામાં સિઝનના સરેરાશથી વધુ વરસાદ
રાજ્યના 34 જિલ્લામાંથી માત્ર 10 જિલ્લામાં જ સિઝનના સરેરાશથી વધુ વરસાદ પડ્યો છે. વલસાડમાં 90.25 ટકા, નવસારીમાં 94.09 ટકા. ડાંગમાં 68.16 ટકા, સુરતમાં 78.12 ટકા, તાપીમાં 60.37 ટકા, જૂનાગઢમાં 49.62 ટકા, ભરૂચમાં 55.28 ટકા, અમદાવાદમાં 61.76 ટકા, અમરેલીમાં 58.25 ટકા, ભાવનગરમાં 48.21 ટકા વરસાદ વરસ્યો છે.
આ જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ
ગીર સોમનાથમાં 43.63 ટકા, નર્મદામાં 39.25 ટકા, ખેડામાં 45.90 ટકા, પંચમહાલમાં 40.71 ટકા, આણંદમાં 44.39 ટકા, બોટાદમાં 43.86 ટકા, વડોદરામાં 32.83 ટકા, મહીસાગરમાં 34.91 ટકા, ગાંધીનગરમાં 34.06 ટકા, સુરેન્દ્રનગરમાં 42.74 ટકા, રાજકોટમાં 33.78 ટકા, મહેસાણામાં 33.67 ટકા, છોટાઉદેપુરમાં 19.51 ટકા, સાબરકાંઠામાં 20.36 ટકા, પાટણમાં 27.63 ટકા, અરવલ્લીમાં 18.39 ટકા, મોરબીમાં 27.79 ટકા, વાવ-થરાદમાં 25.84 ટકા, જામનગરમાં 18.12 ટકા, દાહોદમાં 19.13 ટકા, પોરબંદરમાં 15.01 ટકા, બનાસકાંઠામાં 14.15 ટકા, કચ્છમાં 7.1 ટકા અને દેવભૂમિ દ્વારકામાં માત્ર 3.12 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંગ્રહ ક્ષમતાનો 68.33 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 43.37 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 15 ડેમ હાઈ એલર્ટ, 5 ડેમ એલર્ટ અને 14 ડેમ વોર્નિંગ પર છે.
રાજ્યમાં 10 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 24 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 22 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 50 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 100 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.