Fri Aug 28 2026

Logo

પ્રથમ મેડલ વિજેતા ઝંડુ કુમારને વડા પ્રધાન મોદીના અભિનંદન

Glasgow   2026-07-25 22:43:52
Author: Ajay Motiwala
પ્રથમ મેડલ વિજેતા ઝંડુ કુમારને વડા પ્રધાન મોદીના અભિનંદન

PTI


ગ્લાસગોઃ સ્કૉટલૅન્ડની કૉમનવેલ્થ ગેમ્સમાં પાવરલિફ્ટિંગના બ્રૉન્ઝ મેડલ સાથે ભારતને ચંદ્રકોનું ખાતું ખોલાવી આપનાર દિવ્યાંગ ઍથ્લીટ ઝંડુ કુમારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે.

તેમણે એક્સ પર જણાવ્યું, `ઝંડુ કુમારે દર્શનીય પર્ફોર્મન્સ સાથે ભારતને પ્રથમ ચંદ્રક અપાવ્યો. તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે અપાર શક્તિ, અટલ સંકલ્પ અને વર્ષોના અથાક પ્રયાસોથી આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રત્યેક પડકારનો સફળતાથી સામનો કરીને તેમ જ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળકીને તેણે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે તેમ જ અગણિત ભારતીયોને પ્રેરણા આપી છે.'

28 વર્ષનો ઝંડુ કુમાર બિહારનો છે અને તેણે શુક્રવારે મેડલ જીત્યા પછી કહ્યું, `મારામાં ખુશી સમાતી નથી. હું મેડલ જીત્યા પછી રાત્રે સૂઈ નહોતો શક્યો.'

ઝંડુ કુમારે કહ્યું, `ટેક્નિકલ ફૉલ્ટને કારણે હું ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયો હતો.'