Wed Sep 02 2026

Logo

તિબેટ-નેપાળ સરહદે ફરી ડેમ તૂટ્યો; નેપાળ પોલીસે એલર્ટ જાહેર કર્યું, એક કિલોમીટર દૂર રહેવા સૂચના

Kathmandu   2026-08-28 12:51:00
Author: Vimal Prajapati
તિબેટ-નેપાળ સરહદે ફરી ડેમ તૂટ્યો; નેપાળ પોલીસે એલર્ટ જાહેર કર્યું, એક કિલોમીટર દૂર રહેવા સૂચના

કાઠમંડુઃ તિબેટ-નેપાળ સરહદ પર એક બંધ ફરીથી તૂટવા હોવાનું નેપાળ પોલીસે જણાવ્યું છે. આના કારણે ચીને તિબેટમાં બચાવ કામગીરી સ્થગિત કરી દીધી છે. આ સાથે બચાવ કાર્યમાં રોકાયેલી ટીમોને સ્થળથી ઓછામાં ઓછા એક કિલોમીટર દૂર જવાની સલાહ આપવામાં આવી છે. નેપાળ પોલીસે પણ ચેતવણી જારી કરી છે, જેમાં જાહેર જનતાને જાણ કરવામાં આવી છે કે તિબેટમાં એક બંધ ફરીથી તૂટ્યો છે, જેથી સુરક્ષિત જગ્યાએ પહોંચી જવા માટે અપીલ કરવામાં આવી છે.

એક્સ પર પોસ્ટ શરે કરી નેપાળ પોલીસે એલર્ટ જાહેર કર્યું

નેપાળ પોલીસે એલર્ટ જાહેર કરતા એક્સ પર પોસ્ટ શરે કરી છે. એક્સ પર પોસ્ટ કરતા નેપાળ પોલીસે લખ્યું કે, જાણકારી મળી છે કે, તિબેટ બાજી ફરી એક પાણીનો બાંધ તૂટી ગયો છે. તેના માટે બચાવ અને રાહત કાર્યમાં લાગેલા સુરક્ષાકર્મીઓ, બચાવકર્મીઓ અને સામાન્ય લોકોનો અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સત્વરે એલર્ટ થઈ જાય અને સુરક્ષિત જગ્યા પર પહોંચી જાય’ આ સાથે અન્ય લોકોને મદદ કરવા માટે પણ નેપાલ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. 

ચીને તિબેટમાં લેવલ 4 નું એલર્ટ જાહેર કર્યું

ચીની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તિબેટ અને નેપાળ સીમાં પર એખ બાંધ તૂટી ગયો છે જેના કારણે ચીને તિબેટમાં બચારકાર્ય સ્થગિત કરી દીધું છે. તિબેટના કેરુંગમાં ચાલી રહેલા રાહત અને બચાવકાર્યને અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ સાથે ચીને બચાવકાર્યમાં લાગેલા કર્મચારીઓને ઘટના સ્થળથી એક કિલોમિટર દૂર જતા રહેવા માટે આદેશ આપ્યો છે. આ સાથે તિબેટ-નેપાળ સરહદ પર અચાનક આવેલા ભયાનક પૂર અને અવરોધક તળાવ દ્વારા ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખીને ચીનના જળ સંસાધન મંત્રાલયે દ્વારા લેવલ 4 નું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 

 

આ અંગે પહેલા જ આપી દેવામાં આવી હતી ચેતવણી

અત્રે નોંધનીય છે કે, ચીન અને નેપાળ સરકાર દ્વારા પહેલા જ આ ખતરા અંગે ચેતવણી આપી દેવામાં આવી હતી. આ ભયનક પૂરના કારણે મોટી માત્રમાં કાટમાળ આવ્યો હતો. જેના કારણે તિબેટ બાજુ કુદરતી ડેમ સર્જાયા હતા. આ ડેમમાં સતત વધી રહેલા પાણીના કારણે ભારે પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અત્યારે નેપાળ સરકાર દ્વારા લોકોને સતર્ક રહેવા અને અન્યની મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે.