અજય મોતીવાલા
મુંબઈ: ઇંગ્લૅન્ડના મહત્ત્વના હિસ્સા ગણાતા સ્કૉટલૅન્ડમાં સૌથી વધુ વસતી ધરાવતા અને ક્લાઈડ નદીના કિનારે વસેલા ગ્લાસગો શહેરમાં રવિવારે 23મી યાદગાર કૉમનવેલ્થ ગેમ્સ અનેક રોમાંચક ઉતાર-ચઢાવ સાથે પૂરી થઈ અને હવે સૌની નજર 2030માં ભારતના પ્રતિષ્ઠિત શહેર અમદાવાદમાં યોજાનારી 24મી કૉમનવેલ્થ ગેમ્સ પર રહેશે.

હવે સાબરમતી સત્કાર કરવા તૈયાર
ગુજરાતમાં સૌથી વધુ વસતી ધરાવતું, જગવિખ્યાત સાબરમતી નદીને કિનારે વસેલું અને વેપાર-ઉદ્યોગથી ધમધમતું અમદાવાદ શહેર ચાર વર્ષ પછી ખેલજગત સમક્ષ અત્યાર સુધીના તમામ રમતોત્સવ કરતાં વધુ રોમાંચક અને યાદગાર કૉમનવેલ્થ ગેમ્સ રજૂ કરવા મહિનાઓથી તૈયારી કરી રહ્યું છે. ગ્લાસગોમાં રવિવારે શાનદાર ક્લોઝિંગ સેરેમની સાથે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદમાં આગામી કૉમનવેલ્થ ગેમ્સના આયોજન સંદર્ભે સોંપવામાં આવેલી મશાલ હર્ષભેર સ્વીકારી હતી. આ પ્રતિષ્ઠિત મશાલ સ્વીકારનારાઓમાં ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન (IOA)ના પ્રમુખ પી. ટી. ઉષા તેમ જ ભારતના ટોચના ઍથ્લીટ નીરજ ચોપડાનો પણ સમાવેશ હતો.
Thank you, Glasgow.
— Glasgow 2026 (@Glasgow_2026) August 2, 2026
An incredible Commonwealth Games come to an end 🏴#Glasgow2026 pic.twitter.com/wGg4kwNntd
વર્લ્ડ-ક્લાસ સુવિધાઓની હર્ષ સંઘવીની ખાતરી
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ રમેશભાઈ સંઘવીએ રવિવારે રાત્રે ગ્લાસગોના શાનદાર સમાપન સમારોહને સંબોધતા કહ્યું હતું કે ‘2030માં અમદાવાદ શહેર કૉમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલા 74 દેશના હજારો ઍથ્લીટોને વર્લ્ડ-ક્લાસ માળખાકીય સગવડો તેમ જ અન્ય તમામ જરૂરી આધુનિક સુવિધાઓ પૂરી પાડશે, જેની તૈયારી અત્યારથી જ કરવામાં આવી રહી છે.'
અમદાવાદ આપશે અવિસ્મરણીય રમતોત્સવ
ઑસ્ટ્રેલિયાનું વિક્ટોરિયા સ્ટેટ યજમાનપદની જવાબદારીમાંથી ખસી જતાં ગ્લાસગો (Glasgow) શહેરને છેલ્લી ઘડીએ યજમાનપદ મળ્યું હતું એટલે માત્ર 10 રમતની હરીફાઈઓ રાખવામાં આવી હતી, પરંતુ અમદાવાદ (Ahmedabad)માં એનાથી ઘણી વધુ રમતોની સ્પર્ધા યોજાશે જેને લીધે એ રમતોત્સવ સમગ્ર વિશ્વમાં અવિસ્મરણીય બની જશે. 2036ની ઑલિમ્પિક ગેમ્સ પણ અમદાવાદને મળવાની પાક્કી સંભાવના છે.
Thank you, Glasgow 🏴
— Glasgow 2026 (@Glasgow_2026) August 2, 2026
In 2030, the Commonwealth Games head to India 🇮🇳#Glasgow2026 pic.twitter.com/b8S33HSLYh
ભારત મેડલ-ટેબલમાં ચોથા નંબરે
ગ્લાસગોની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ઍથ્લીટોએ છેલ્લાં તબક્કાના ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 39 ચંદ્રક જીતી લીધા હતા અને મેડલ-ટેબલમાં ભારતે છેક દસમા નંબર પરથી છેલ્લે ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. ઑસ્ટ્રેલિયા (કુલ 170 ચંદ્રક), ઇંગ્લૅન્ડ (110) અને કૅનેડા (62) ટોચના ત્રણ સ્થાન પર રહ્યા હતા. જોકે 2030માં અમદાવાદમાં ભારત ટોપ-3માં આવશે એવી પાકી સંભાવના છે.
It's Time for #Amdavad2030 🇮🇳
— Dr. Hemang Joshi (MP Vadodara) (@drhemangjoshimp) August 3, 2026
A historic moment for India. A proud moment for Gujarat.
As the Commonwealth Sport Flag is entrusted to India, the journey towards the Centenary Commonwealth Games 2030 officially begins.
Under the visionary leadership of Hon'ble Prime Minister… pic.twitter.com/HzdOhIA96P
અમદાવાદ અત્યારથી જ ઉત્સાહિત
કૉમનવેલ્થમાં તમામ 74 રાષ્ટ્રોએ ગ્લાસગો શહેરને ઉમંગભેર ગુડબાય કરી છે અને 2030માં અમદાવાદ શહેર આ જ 74 દેશના હજારો ઍથ્લીટોને ઉત્સાહભેર આવકારવા તૈયાર રહેશે.