નેપાળમાં આવેલા વિનાશકારી પૂરમાં અનેક લોકોના મોત થયાં છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો લાપતા પણ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મોતનો આંકડો 450 ને પાર પહોંચી ગયો છે. નેપાળમાં શબગૃહની પણ અછત સર્જાઈ છે. આ સાથે 1500 થી પણ વધારે લોકો હજી લાપતા છે, જેમનો કોઈ પત્તો નથી. આ લાપતા લોકોમાં ગુજરાતના 26 લોકો પણ સામેલ હોવાનો આંકડો જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે એક યાદી પણ જાહેર કરવામાં આવી છે. ચાલો વિગતે જોઈએ...
ગુમ થયેલા લોકોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી
નેપાળ પૂરમાં લાપલા થયેલા લોકોના 28 ઓગસ્ટના આંકડા પ્રમાણે ગુજરાતના 26 લોકો પણ ગુમ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ યાદીની વાત કરવામાં આવે તો, સૌથી વધારે અમદાવાદના 5 લોકો સામેલ છે, જેમાંથી ત્રણ લોકો અમેરિકન નાગરિક છે. ત્યાંર બાદ આણંદના 5 લોકો (જેમાંથી ત્રણ અમેરિકન અને બ કેનેટાના નાગરિક), રાજકોટ એક, વલસાડ એક, અને સુરતના ત્રણ (જેમાં 2 અમેરિકન નાગરિક અને એક મુંબઈનો રહેવાસી) લોકો ગુમ થયાં છે. ત્યારબાદ ખેડાના ત્રણ લોકોમાં જે એક અમેરિકન અને બ કેનેડાના સિટિઝન સામે છે. આ સાથે અમરેલીના બે (1 અમેરિકન સિટિઝન), ગાંધીનગરના 4 (3 અમેરિકન અને 1 ઓસ્ટ્રેલિયન નાગરિક) અને વડોદરાના 2 (ન્યૂઝિલેન્ડના નાગરિક) સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
મોટા ભાગના લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયાં હતાં
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આમાંથી મોટા ભાગના લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયાં હતાં. આ લોકોને અત્યાર સુધીમાં કોઈ પત્તો લાગ્યો નથી. જેના કારણે આ લોકોના પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છે. પરિવારજનો ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યાં છે, આ લોકો જલ્દી મળી આવે! તંત્ર દ્વારા પણ આ લોકોને શોધવા માટે પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યાં છે. ભારત સરકાર પણ નેપાળ સરકાર સાથે આ મામલે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.