Tue Aug 25 2026

Logo

પ્રિન્સ યાદવને પગમાં ઈજા, રવિવારની મૅચમાં નહીં રમે

Harare   2026-07-25 22:26:39
Author: Ajay Motiwala
પ્રિન્સ યાદવને પગમાં ઈજા, રવિવારની મૅચમાં નહીં રમે

હરારેઃ શનિવારે ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝની બીજી મૅચમાં માત્ર આઠ બૉલમાં 10 રનના ખર્ચે બે વિકેટ લેનાર ભારતીય પેસ બોલર પ્રિન્સ (Prince) યાદવને ડાબા પગની સાથળની પાછળના ભાગમાં ઈજા થતાં તે રવિવારે રમાનારી ત્રીજી અને આખરી મૅચમાં નહીં રમે.

જોકે આયરલૅન્ડમાં 0-2થી અને ઇંગ્લૅન્ડમાં 0-4થી વાઇટવૉશની નામોશી સહન કરનાર ભારતને રવિવારે જીતીને 3-0થી વાઇટવૉશ કરવાનો મોકો છે.

પ્રિન્સે બીજી ઓવરમાં માંડ બે બૉલ ફેંક્યા હતા ત્યાં રન-અપ પર જ પગમાં દુખાવો થતાં તેણે મૅચમાંથી વિદાય લીધી હતી.

ભારતે ઝિમ્બાબ્વે (Zimbabwe)ને 90 રનથી હરાવ્યા પછી કૅપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું હતું કે `પ્રિન્સને ઈજા થતાં ટીમમાં રવિવારે થોડા ફેરફાર કરવા પડશે.' શ્રેયસે ઇશાન કિશન (81 રન) અને તિલક વર્મા (60 અણનમ)ની 94 રનની ભાગીદારી બદલ બન્ને બૅટ્સમેનની ખૂબ પ્રશંસા પણ કરી હતી.