(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજધાની દિલ્હીના જંતર મંતર પર છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલન અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. શિક્ષણ પ્રધાનના રાજીનામા પર વિપક્ષે યુવાનોની જીત અને અહંકારી સત્તાની હાર ગણાવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ નીટ પેપર લીક આંદોલન બાદ શિક્ષણ પ્રધાનના રાજીનામાને દેશના યુવાઓની અને લોકશાહીની મોટી જીત ગણાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આખા દેશમાં પેપર લીક વિરુદ્ધ અને પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રબળ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. 21 જેટલા વિદ્યાર્થીઓની આત્મહત્યા સામે ન્યાય માંગવા અને વિરોધ નોંધાવવા જાતિ, ધર્મ કે પ્રાંતના ભેદભાવ વગર લાખો યુવાનો દિલ્હી પહોંચ્યા હતા. જોકે, અહંકારી સરકારે યુવાનો સાથે સંવાદ કરવાને બદલે તાનાશાહી વલણ અપનાવીને લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, જેમાં દીકરીઓ પર પણ દમન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ બહાર ધરણાં કરી રહેલા વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી તથા મલ્લિકાર્જુન ખડગેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ દેશની યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીત છે. જ્યારે પણ જનતા અને યુવાનો એક થઈને લડે છે, ત્યારે અહંકારી સરકારોએ પણ ઝૂકવું જ પડે.
— Gujarat Congress (@INCGujarat) July 25, 2026
પેપર લીક મામલે દેશભરના યુવાનોના અવાજ આગળ સરકારને નમવું પડ્યું.
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સાબિત કરે છે કે… pic.twitter.com/XP73dSPPl1
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશ અને વિદેશ સુધી ઉઠેલા વિરોધના વંટોળને કારણે તાનાશાહ સરકારે આખરે ઝૂકવું પડ્યું અને પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. પરંતુ, તેમણે કહ્યું હતું કે આનાથી આત્મહત્યા કરનાર તે 21 માસૂમ વિદ્યાર્થીઓના પરિવારોને સાચો ન્યાય નથી મળવાનો. તેમણે તે પરિવારોને તેમજ દિલ્હીમાં યુવાનો પર પોલીસના નામે જે આતંક અને અત્યાચાર ગુજારવામાં આવ્યો, તેના માટે જવાબદાર લોકો સામે પણ કડક પગલાં લેવાની માંગ કરી હતી. અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી એ સાબિત થઈ ચૂક્યું છે કે લોકશાહીમાં જ્યારે યુવાશક્તિ અને જનશક્તિ એક થઈને લડે છે, ત્યારે અહંકારી અને ભ્રષ્ટાચારી સરકારોએ પણ ફરજિયાતપણે ઝૂકવું પડે છે.
भारत के युवाओं की ताकत को बधाई। युवाओं की हिम्मत, जोश और सहनशक्ति के सामने सत्ता की जिद और अहंकार की हार हुई है। जागरूक जनशक्ति पर गर्व है। युवाओं की ताकत का आज का यह विजय दिवस इतिहास में स्वर्ण अक्षरों में लिखा जाएगा। लोकतंत्र में जो जिता सकता है, यदि वही जीतकर अहंकारी बन जाए,…
— Shaktisinh Gohil Ex-MP (@shaktisinhgohil) July 25, 2026
પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે યુવાનોની હિંમત, જોશ અને સહનશક્તિ સામે સતાની જીદ અને અહંકારની હાર થઈ છે. યુવાનોની તાકાતનો આજનો વિજય દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે . લોકશાહીમાં જે જે જીતાડી શકે છે તે જીતીને અહંકારી બને તો તેને જુકાવી પણ શકે છે . પહેલાથી જીદ છોડી શાણપણ દર્શાવી સંઘર્ષના બદલે સંવાદ સરકારે કર્યો હોત તો અનેક લોકોને પરેશાન ના થવું પડ્યું હોત તેમ જણાવ્યું હતું.
આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, દેશના યુવાનોની જીત થઈ! ✊🇮🇳
— AAP Gujarat (@AAPGujarat) July 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ સાબિત કરે છે કે જો આ દેશનો યુવા કંઈ નક્કી કરી લે, તો તે મેળવીને જ રહે છે. આ આંદોલનની જીતનો શ્રેય દેશના કરોડો યુવાનોને જાય છે!
સોનમ વાંગચૂકજી, અભિજીત દીપક, કોક્રોચ જનતા પાર્ટી… pic.twitter.com/GxLBJ9F2Gz
આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ નીટ પરીક્ષા પેપર લીક મામલે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને યુવાનોની એકતા અને હોંસલાની ઐતિહાસિક જીત ગણાવી હતી. આ અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે, અભિજીત દીપકની 'કોકરોચ જનતા પાર્ટી', સોનમ વાંગચૂકના 26 દિવસના અંશન અને ૨૦ કરોડથી વધુ યુવાનોના સ્વયંભૂ આંદોલનના પરિણામે જ આ રાજીનામું શક્ય બન્યું છે.
50 દિવસનું આંદોલન રંગ લાવ્યું! NEET વિવાદમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 25, 2026
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. NEET પરીક્ષામાં ગેરરીતિ અને NTAના વિવાદોને લઈને છેલ્લા લગભગ ૫0 દિવસથી વધુ સમયથી દેશભરમાં વિદ્યાર્થીઓ… pic.twitter.com/6a3UM1G2go
તેમણે ઉમેર્યું હતું કે આ આંદોલનમાં માત્ર સામાન્ય યુવાનો જ નહીં, પરંતુ જજ, નેતાઓ અને આઈએએસ-આઈપીએસ અધિકારીઓના સંતાનો તેમજ ફિલ્મી કલાકારો અને સામાજિક સંગઠનોએ પણ પોતાનો પૂરો સહયોગ આપ્યો હતો. સરકાર દ્વારા આંદોલનકારી યુવાનો પર વિદેશી ફંડિંગ મેળવવાના અને ચીનના એજન્ટ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં, યુવાનો એક રહ્યા અને રાજીનામાથી ઓછું કંઈ જ નહિ તેવી માંગ પર અડગ રહ્યા હતા. અંતે, તેમણે આ સફળતાનો શ્રેય વિપક્ષની ભૂમિકા અને ખાસ કરીને સમગ્ર જેન-ઝીની અદભુત તાકાતને આપતા સૌને અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આ રાજીનામાને યુવાનોની જીત ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ શું કહ્યું અભિજીત દીપકેએ ?
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકેની મોટી પ્રતિક્રિયા!
NEET અને NTA વિવાદ મુદ્દે છેલ્લા ૫૦ દિવસથી વધુ સમયથી રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોની આખરે જીત થઈ છે. જંતર-મંતર પર ચાલેલા… pic.twitter.com/waCEZR8O2n