Tue Aug 18 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (07-08-26): આજે કઈ રાશિના જાતકોને મળશે એક પછી એક સારા સમાચાર અને કોની ચમકશે કિસ્મત? જાણી લો તમારું રાશિફળ...

2026-08-07 00:51:16
Author: Darshana Visaria
Article Image

મેષઃ

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય આયોજન અને પરિવાર સાથે આનંદ વિતાવવાનો રહેશેઆજનો દિવસ મેષ રાશિના માટે અદ્ભુત આત્મવિશ્વાસ અને પ્રગતિની નવી તકો લઈને આવશે. આજે સૂર્ય અને શનિના નવપંચમ યોગને કારણે તમારા કરિયર અનેજાતકો સામાજિક જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળશે. નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા ઈચ્છિત જગ્યાએ બદલી થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી સંતોષ અનુભવશે અને અટકેલા સરકારી કામોમાં ઝડપ આવશે. વેપાર-ધંધામાં રોકાયેલા જાતકો માટે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. દામ્પત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ મુસાફરી દરમિયાન વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખવી.. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. જો તમે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહેશે. અણધાર્યા ખર્ચાઓ પર થોડો કાબૂ રાખવો જેથી બજેટ ન ખોરવાય. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને જીવનસાથીનો પૂર્ણ સાથ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં એકાગ્રતા વધારનારો સાબિત થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ રાત્રે પૂરતી ઊંઘ લેવી અને માનસિક તણાવથી દૂર રહેવું.

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી શક્યતાઓ અને લાભદાયી સંપર્કો બનાવનારો રહેશે. તમારી વાણી અને સંચાર કૌશલ્યથી તમે અન્ય લોકોને આકર્ષિત કરી શકશો. નોકરી કે વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે અને સામાજિક વર્તુળનો વિસ્તાર થશે. કોઈ જૂના મિત્ર કે ભાગીદાર સાથે મળીને નવું કાર્ય શરૂ કરી શકો છો, જે ભવિષ્યમાં આર્થિક લાભ આપશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે અને પરિવાર સાથે સાંજનો સમય આનંદદાયક વિતશે. ઘર કે ગાડી ખરીદવાની યોજના આગળ વધી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, દૈનિક દિનચર્યામાં યોગ અને વ્યાયામને સામેલ કરો. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. 

કર્કઃ 
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જા અને સકારાત્મકતાથી સભર રહેશે. લાંબા સમયથી અટકેલા કે વિલંબમાં પડેલા કાર્યો આજે સફળતાપૂર્વક પૂર્ણ થશે. કાર્યસ્થળે તમારી નિર્ણયશક્તિ અને સહકાર આપવાની ભાવનાના વખાણ થશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ છે; અટકેલા નાણાં પરત મળી શકે છે અથવા શેરબજાર માંથી લાભ થઈ શકે છે. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક પ્રસંગનું આયોજન થવાથી ખુશીનો માહોલ રહેશે. કુંવારા લોકો માટે યોગ્ય જીવનસાથીની વાત આગળ વધી શકે છે. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે દિવસભર માનસિક શાંતિ અનુભવશો. આજે તમારામાં ભરપૂર ઊર્જા રહેવાથી તમે કોઈ પણ કામ માટે ના નહીં પાડો. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ લાવનારો રહેશે. તમારી રાશિના સ્વામી સૂર્યનો શનિ સાથેનો શુભ યોગ તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે. કારોબારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો થશે. કોર્ટ-કચેરી કે મિલકતના વિવાદો તમારા પક્ષમાં આવી શકે છે. વડીલોપાર્જિત સંપત્તિમાંથી પણ લાભ થવાના યોગ છે. નોકરીમાં તમારું વર્ચસ્વ વધશે અને સાથી કર્મચારીઓનો સાથ મળશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. આરોગ્ય પ્રત્યે થોડી સજાગતા રાખવી અને તળેલું ભોજન ટાળવું. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવચેતી અને વિચારપૂર્વક નિર્ણયો લેવાનો છે. નોકરી કરી રહેલા જાતકોને નવી જવાબદારીઓ મળી શકે છે, જેને નિષ્ઠાપૂર્વક નિભાવવી પડશે. વ્યાપારમાં કોઈપણ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો, નહીંતર નાણાકીય નુકસાન થઈ શકે છે. વિરોધીઓ તમારા કામમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારી બુદ્ધિમત્તાથી તમે તેનો ઉકેલ મેળવી લેશો. સંતાનની પ્રવૃત્તિઓ અને સંગત પર થોડી નજર રાખવી જરૂરી બનશે. સાંજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન થશે. ખાનપાન પર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં કોઈ મદદ જોઈતી હશે તો શિક્ષક કે વડીલની મદદ લેવી પડશે. 

તુલાઃ 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનારો રહેશે. આવકના એકથી વધુ સ્ત્રોત ઊભા થઈ શકે છે, જેનાથી બેંક બેલેન્સમાં સુધારો થશે. જો તમે જમીન, પ્રોપર્ટી કે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સમય ખૂબ જ શુભ છે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યશૈલીથી ઉપરી અધિકારીઓ પ્રભાવિત થશે. પરિવારમાં ચાલતા મતભેદો દૂર થશે અને સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. માતા-પિતાના આશીર્વાદથી અટકેલા કામ પૂરા થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન ઉત્સાહથી ભરેલું રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે અને વાત લગ્ન સુધી પહોંચશે. 

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડા નવા પડકારો અને સાથે નવી તકો લઈને આવશે. તમારી દ્રઢ ઈચ્છાશક્તિ અને મહેનતથી તમે કઠિન પરિસ્થિતિઓને પણ સરળ બનાવી શકશો. નોકરીમાં તમારું પ્રદર્શન શાનદાર રહેશે, પરંતુ કામની વ્યસ્તતા વધુ રહેશે. કાનૂની મામલાઓ કે સરકારી કામોમાં રાહત મળવાના સંકેતો છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો જેથી આર્થિક સંતુલન જળવાઈ રહે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. આખો દિવસ શારીરિક થાક અનુભવાઈ શકે છે, તેથી યોગ્ય આરામ લેવો. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો મુશ્કેલી વધી શકે છે. 

ધનઃ
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી સિદ્ધિઓ અને પરાક્રમમાં વૃદ્ધિ લાવનારો રહેશે. સૂર્ય-શનિના શુભ યોગથી તમારી બુદ્ધિમત્તા અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. નવી નોકરી કે જોબ ચેન્જ શોધી રહેલા લોકોને જાણીતી કંપનીમાંથી સારી ઓફર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા કે ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય વરદાનરૂપ છે. વિદેશ જવાના પ્રયાસો સફળ થઈ શકે છે. વેપારમાં નાની-નાની યોજનાઓથી મોટો નફો મળશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે અને આરોગ્ય સાનુકૂળ રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે અને તમે જૂની યાદોને તાજી કરશો. 

મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મસંતોષ અને પરિવાર સાથે યાદગાર ક્ષણો વિતાવવાનો રહેશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ અને અધિકારીઓ તમારા વિચારોને મહત્વ આપશે, જેથી ઉત્સાહ વધશે. નવું વાહન કે ઘરમાં કિંમતી વસ્તુ ખરીદવાનું આયોજન કરી શકો છો. પ્રોપર્ટી કે વારસાની મિલકતને લગતા જૂના વિવાદોનો આજે સુખદ ઉકેલ આવી શકે છે. જીવનસાથી તરફથી કોઈ વિશેષ સરપ્રાઈઝ કે ખુશી મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં શિક્ષકોનો પૂરો સહયોગ મળશે. રોકાણ સંબંધિત નિર્ણયોમાં સમજી-વિચારીને આગળ વધવું. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળતાં તમારું મન પ્રસન્ન રહેશે. 

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સર્જનાત્મકતા, સાહસ અને નવી તકોથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રે તમે કોઈ મોટો અને સાહસિક નિર્ણય લઈ શકો છો, જે ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક નીવડશે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને કૌટુંબિક કાર્યોમાં તેમનો પૂર્ણ સહયોગ મળશે. અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે, પરંતુ અત્યારે કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું. ટૂંકી મુસાફરી લાભદાયી રહેશે અને સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો નહીંતર ખોટી સંગતમાં ફસાઈ શકે છે. ધનલાભ થવાના યોગ છે. 

મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મીઠી વાણી અને સકારાત્મક વિચારસરણીથી સફળતા મેળવવાનો છે. તમારી વાણીના પ્રભાવથી તમે બિઝનેસ કે નોકરીમાં અટકેલા કામો પૂરા કરાવી શકશો. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે, જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમ યોજાઈ શકે છે. સંતાનો તેમની જવાબદારીઓ સારી રીતે નિભાવશે, જેથી તમારો આત્મવિશ્વાસ વધશે. જૂના મિત્રો સાથે મુલાકાત થતાં જૂની યાદો તાજી થશે. આરોગ્ય પ્રત્યે થોડી કાળજી રાખવી. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટી વગેરે પ્લાન કરશે, જેને કારણે તમે આનંદમાં સમય પસાર કરશો.