મેષ
સુઆયોજિત પ્રયાસોનું આજે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. કામકાજના સ્થળે મહેનત અને લગનથી કાર્ય કરીને પોતાનું સ્થાન નિશ્ચિત કરશો. આવેલી તકનો ફાયદો ઉઠાવવાની સલાહ છે. વેપારના ક્ષેત્રે તમે સમજદારી પૂર્વક આગળ વધશો. પરંતુ, પ્રલોભનોથી બચવાની સલાહ છે. કાર્યો સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું. અફવાઓથી બચવું. સંબંધોમાં સ્પષ્ટતા રાખવાથી ફાયદો થશે.
વૃષભ
આજે, મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બની શકે છે. જરૂરી કાર્યો આજે જ પુરા કરવા પર ધ્યાન આપવાની સલાહ છે. આજે લાભના અવસરો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ સ્પર્ધા પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશે. વ્યવસાય આજે આશા મુજબનો રહેશે. યોજનાઓને ટાળવાનો પ્રયત્ન ન કરશો. આજે પ્રિયજનો સાથે સંબંધો મધુર રહેશે. આરોગ્ય સામાન્ય રહેશે. તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે.
મિથુન
આજે, તમે નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરશો. સંજોગો ઝડપથી સકારાત્મક બનશે. પરિવાર સાથે સમય વિતાવશો. પ્રેમ અને સ્નેહ આજે મજબૂત બનશે. ઘર અને વાહનના મામલે તમને ઈચ્છીત પરિણામ જોવા મળી શકે છે. વ્યાપાર સંતુલિત રહેશે. આજે યોગ્ય તકો પ્રાપ્ત થઇ શકે છે. સંબંધોમાં ઉતાવળા બનશો નહીં. આર્થિક લાભ બહેતર બનશે.
કર્ક
આજે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે. ભાઈ-બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. સંબંધોમાં મધુરતા બની રહેશે. આજે તમારું ધ્યાન આર્થિક બાબતો પર રહેશે. અનુકૂળ પરિણામો મળવાથી ઉત્સાહ વધશે. પદ-પ્રભાવમાં વૃદ્ધિ થશે. સુઆયોજિત રીતે આગળ વધવાની સલાહ છે. પરિવારમાં સુમેળ વધશે. આજે તમે પરિવારજનોને સમય આપશો, જેથી આનંદમાં વધારો થશે.
સિંહ
આજે, કૌટુંબિક સંપત્તિ જાળવી રાખવાના પ્રયાસો વધુ વેગ પકડશે. તમારી વાણી અને વર્તન અસરકારક રહેશે. પરિવાર સાથે યાત્રા પર જવાનો પ્લાન બનાશી શકો છો. વ્યવસાયમાં અનુકૂળતા બની રહેશે. આકર્ષક પ્રસ્તાવ મળવાની શક્યતા છે. આજે આર્થિક વ્યવસ્થા મજબૂત બનશે. મળેલી તકનો તમે લાભ ઉઠાવી શકશો. પ્રેમ સંબંધો સુધરશે.
કન્યા
આજે, બધી બાબતોમાં તમે સહજતાથી આગળ વધી શકશો. તમારું લક્ષ્ય કલાત્મક પ્રયાસો સાથે આધુનિક રીત અપનાવવાનું રહેશે. વાણી અને વ્યવહાર મધુર રાખવાની સલાહ છે. આજે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વ્યાપાર અને વ્યસાયમાં પ્રગતિ જોવા મળશે. આર્થિક બાબતોમાં સકારાત્મકતા જોવા મળશે. નવા કોન્ટ્રાકટ મળી શકે છે. સંબંધો સારા બની રહેશે.
તુલા
આજ, લેણ-દેણમાં ભૂલચૂક ન થાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે. કાર્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ બાબતોને લંચ પછી ગતિ આપવાની સલાહ છે. આર્થિક બાબતોમાં આજે સાવધાની રાખવી. આર્થિક રોકાણમાં તેજી આવશે. લોકો પર જલ્દી ભરોસો કરવો નહીં. આજે તમે સબંધો બહેતર બનાવવાનો પ્રયાસ કરશો. કાયદાકીય બાબતોમાં સકારાત્મક પરિણામ મળશે.
વૃશ્ચિક
આજે, વ્યવસાયિક ગતિવિધિ ઉત્સાહપૂર્વક આગળ વધશે. આર્થિક લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો. મિત્રો અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. આજે આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમારી યોજનાઓને ગતિ મળશે. સંબંધોમાં મીઠાશ બનાવી રાખવાની સલાહ છે. તમારા પ્રિયજન માટે તમે ભેટ લઇ શકો છો. ભાવનાત્મક બાબતોમાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.
ધન
આજે તમારું ફોક્સ કામકાજ પુરા કરવા પર રહેશે. સકારાત્મકતા વધશે. આજે નોકરી અને કરિયરમાં નવી તકો પ્રાપ્ત થવાની શક્યતા છે. નીતિ-નિયમોનું પાલન કરવાની સલાહ છે. તમને તમારી પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક મળશે. પિતૃપક્ષ તરફથી લાભ મળવાની શક્યતા છે. વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. આજે સંબંધો બહેતર બનશે. પરંતુ ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ છે.
મકર
આજે, વ્યવસાયમાં ઉપલબ્ધી મળવાનો દિવસ છે. કામકાજ સારા રહેશે, વેપારમાં તેજી જોવા મળશે. તમારી શાખ-સન્માનમાં વૃદ્ધિ થશે. પોતાના કૌશલ્યથી કરિયરમાં આગળ વધશો. આર્થિક બાબતોમાં મજબૂતી આવશે. સંબંધોમાં વિશ્વાસ વધશે. આજે, પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. પ્રિયજનોનો સહયોગ પ્રાપ્ત થશે.
કુંભ
આજે, તમે તમારા આરોગ્યને અવગણશો નહીં. વ્યક્તિગત બાબતોમાં અનુશાસન વધારવાની સલાહ છે. કરિયરમાં તૈયારી સાથે આગળ વધવાની સલાહ છે. પરિવારજનોનું સમર્થન પ્રાપ્ત થશે. પરંતુ ધૂર્ત લોકોથી દૂર રહેવું, ચર્ચા કરતી વખતે સાવધાન રહેવું જરૂરી છે. લોભ-લાલચથી બચજો. અંગત બાબતોમાં ધીરજ રાખવી. આજે પરિવારની જવાબદારી પુરી કરી શકશો.
મીન
આજે, મહત્વના કાર્યોને તાત્કાલિક પુરા કરવાની સલાહ છે. ભાગીદારીમાં ફાયદો થશે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મકાન કે જમીનને લગતી બાબતોમાં આજે રુચિ વધશે. નોકરી કે વ્યવસાયમાં તમારું પ્રદર્શન સારું રહેશે. સ્થાયી સંપત્તિમાં આજે વધારો થશે. સંબંધોમાં મીઠાશ રહેશે. વડીલોનું સન્માન કરશો. આજે તમને સૌનો સહયોગ પ્રાપ્ત થશે.