Wed Jun 24 2026

Logo

થલપતિ વિજયનો વિધાનસભામાં ફિલ્મી અંદાજ: DMKને આપ્યો કરારો જવાબ, તૃષાએ અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ

2026-06-24 15:27:46
Author: Mumbai Samachar Team
Article Image

ચેન્નઈ: થલપતિ વિજય ફરી એક વાર તેમના અનોખા અંદાજના લીધે લાઈમલાઈટમાં આવ્યા છે. સુપરસ્ટાર વિજય જોસેફ મુખ્ય પ્રધાન બન્યા પછી પણ પોતાની ફિલ્મી સ્ટાઇલ પણ હજુ જાણે ભૂલ્યા નથી. વિધાનસભામાં પણ તેમના ફિલ્મી નખરા જોવા મળી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ એક વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો છે. વાયરલ વિડિયો જોયા બાદ લોકોએ આ બર્થડે સ્પેશ્યલ ટ્રીટ જાહેર કરી હતી, જ્યારે આ વીડિયોની સાથે તૃષા કૃષ્ણને પણ શુભેચ્છા આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

વિધાનસભાના સેશનમાં પણ વિજયનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ વિધાનસભા સેશનમાં વિપક્ષી નેતા વોકઆઉટ કરી ગયા હતા, પરંતુ વિજયનો ઘાતક અવતાર એમનો એમ જ રહ્યો હતો. ડીએમકેના ધારાસભ્ય વિજયની સ્પીચ વચ્ચે જ ઊભા થઈને બહાર જતા જોવા મળ્યા હતા. વિજયે પણ તેમની અવગણના કરી અને પોતાના પર આ વર્તનનો પ્રભાવ પડવા દીધો નહોતો. તેમણે સ્પીકર જેસીડી પ્રભાકરની પરવાનગી લીધી કે તેઓ પોતાની સ્પીચ ફિલ્મી અંદાજમાં પુરી કરવા ઈચ્છે છે, એમ જ જેમ એમકે સ્ટાલિનએ કર્યું હતું. 

વાયરલ થયું વિજયનું એકશન 

વિજયે જે રીતે પોતાની સ્પીચ પુરી કરી તે સ્પીચનો ભાગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. નેટિઝન્સનું ધ્યાન વિજયની આ એકશન પર જ ટકી ગયું હતું. તેમણે બાદમાં જણાવ્યું કે જેના માટે તેમણે આ જેસ્ચર કર્યું તે પહેલાથી જ વિધાનસભાની બહાર જતા રહ્યા છે, પણ છતાં તેઓ આ કરવા માંગતા હતા. તેમના જેવા આ જેસ્ચરની પરવાનગી મળી તરત જ તેમણે એક સ્મિત સાથે વધારે નાટકીય બનાવી દીધું હતું. વિજયને આવું કરતા જોઈ તેમની પાર્ટીના સભ્યો ખડખડાટ હસવા માંડ્યા અને તેમના માટે ચિયર અપ કરવા લાગ્યા હતા. જોકે, વીડિયો વાઇરલ થતા જ ફેન્સ પણ વિજયના વખાણ કરવા લાગ્યા હતા. કેટલાક ફેન્સે તો એવું કહ્યું હતું કે આ વિજયનો ડીએમકે માટે આકરો જવાબ હતો. 

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા 

એક ફેને X પર લખ્યું કે, 'ડીએમકેને એવું લાગે છે કે સીએમ બન્યા બાદ વિજયનો ક્રેઝ ઓછો થઈ ગયો છે. હકીકતમાં વિજયનો ક્રેઝ ઉલ્ટાનો વધી ગયો છે.' બીજા એક ચાહકે લખ્યું હતું કે વિજય તમિલનાડુના સૌથી મોટા સેલિબ્રિટીઝ છે અને લોકો તેને પૂજે છે. મને નથી લાગતું કે તમિલનાડુમાં કોઈ પણ તેમના ફિલ્મી અંદાજનો વિરોધ કરશે.' અન્ય ચાહકે કહ્યું કે, 'સીએમ થલપતિ વિજય તરફથી તેમના ફેન્સ માટે જન્મદિવસની મોટી ભેટ.'

આગામી દિવસોમાં જન નાયકનમાં જોવા મળશે

વિજયના ફિલ્મી કરિઅરની વાત કરીએ તો તેઓ છેલ્લીવાર 'જન નાયકન'માં જોવા મળશે, જે હજુ રિલીઝ થઈ નથી. આ પહેલા અભિનેતા 'GOAT' અને 'લિયો' ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મની જાહેરાત સાથે જ તેમણે ચોખવટ કરી હતી કે તે એક્ટિવ પોલિટિક્સમાં કદમ મુકવા જઈ રહ્યા છે અને તેમની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' હશે. આ ફિલ્મ ચૂંટણી પહેલા રિલીઝ થવાની હતી. જેની રિલીઝ હવે 6 મહિના માટે ટળી રહી છે. હજુ પણ આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. આ ફિલ્મ લીક પણ થઈ ચુકી છે. વિજયે 2024માં પોતાની પાર્ટી લોન્ચ કરી હતી.

તૃષા કૃષ્ણને વિશ કરીને વિજયને શુભેચ્છાઓ પાઠવી

સાઉથની જાણીતી અભિનેત્રી તૃષા કૃષ્ણને તમિલનાડુના સીએમ કમ અભિનેતા થલપતિ વિજયને લઈ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. અભિનેત્રીએ વિજયને અનફોલો કર્યા પછી સોશિયલ મીડિયા પર બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, આ બધી ચર્ચા વચ્ચે વિજય સાથેનો ફોટો શેર કરીને વિજયને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપી હતી, જેમાં કેક સાથે વિજય અને તૃષા જોવા મળે છે.