દહેરાદૂન: દહેરાદૂનના સહસપુર કોટવાલી વિસ્તારમાં શનિવારે ભાજપ નેતા વિનોદની માર મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેની બાદ આ વિસ્તારમાં બે કોમો વચ્ચે તંગદિલી ફેલાઇ છે. જેની બાદ ઉશ્કેરાયેલા લોકોએ આરોપીના ઘરમાં આગ લગાવી હતી. તેમજ તંગદિલી ફેલાતા આ વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
આરોપીના મકાનને જેસીબીથી તોડવાની માંગ
આ અંગે મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે ભાજપ ઓબીસી મોરચાના નેતાને જૂની અદાવતના પગલે મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેની બાદ આજે બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ આરોપીના મકાનને જેસીબીથી તોડવાની માંગ કરવામાં આવી હતી. તેમજ લોકોની ભીડ એકત્ર થઇ છે. તેમજ આરોપીના ઘરના આગ લગાવવામાં આવી છે. જેની બાદ પોલીસ સ્થિતીને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
વિનોદ અને તેના ભાઈઓ પર હથિયાર વડે હુમલો કર્યો
देहरादून में भाजपा नेता की हत्या के बाद माहौल तनावपूर्ण हो गया।
— Payall Singhh (@PayallSingh13) June 14, 2026
आक्रोशित भीड़ ने आरोपी के घर में तोड़फोड़ की।
मौके पर बुलडोजर कार्रवाई भी हुई।
इस दौरान "धामी जिंदाबाद" के नारे भी लगाए गए।#BJP #PushkarSinghDhami #Dehradun #Uttarakhand pic.twitter.com/yte0HTLh5F
જેમાં ભાજપ નેતા વિનોદ અને તેના ભાઈઓ અશોક અને રાજેશ પર હથિયારો વડે હુમલો ગામના ભૂતપૂર્વ વડા ઇસ્પાકના ભત્રીજા અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. જેમાં વિનોદ અને તેમના પરિવારે માહિતી અધિકાર કાયદા હેઠળ ઇસ્પાક કાર્યકાળ અંગે વિવિધ વિગતો માંગી હતી. તેમણે ગામની સામૂહિક જમીન અને ગામના વડાના કાર્યકાળ સંબંધિત અન્ય બાબતો અંગે પણ ફરિયાદો નોંધાવી હતી.
આરોપીના ઘરને આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
આ ઘટનાની જાણકારી બાદ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો અને ઘણા સંતો ગામમાં પહોંચ્યા હતા. જ્યાં હિન્દુ સમુદાયનું ટોળું પહેલેથી જ એકત્ર થઈ ગયું હતું. તેમજ ઉશ્કેરાયેલા વ્યક્તિઓ લાકડીઓ લઈને સહસપુર, વિકાસનગર, સેલાકુઈ અને કાલસીના પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ આ વિસ્તાર હાલ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.