Wed Jun 17 2026

Logo

NEET Exam: ટેલીગ્રામના સીઈઓએ મુકેશ અંબાણી-ઝુકરબર્ગ સામે શું કર્યો મોટો આક્ષેપ ?

2026-06-17 12:18:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: ભારતમાં 21 જૂને યોજાનારી NEET-UG પરીક્ષા પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામ (Telegram) પર 22 જૂન સુધી ભારત સરકારે પ્રતિબંધ લાગાવી દીધો છે. આ નિર્ણયના કારણે અત્યારે વિવાદ છેડાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો,  આ મોટા નિર્ણય વચ્ચે ટેલીગ્રામના સીઈઓ અને માલિક પાવેલ દુરોવે (Pavel Durov) ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પર એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. દાવો એવો છે કે, સરકાર દ્વારા માત્ર ટેલીગ્રામ પર કેમ પ્રતિબંધ લગાવ્યો છે? શું બાકીની એપ્સને શા માટે નંજર અંદાજ કરવામાં આવી રહી છે?

ટેલીગ્રામના સીઈઓ પાવેલ દુરોવે X પર એક પોસ્ટ શેર કરી

ટેલીગ્રામના સીઈઓ અને માલિક પાવેલ દુરોવે દાવો છે કે, મુકેશ અંબાણીની કંપની 'BGP હાઇજેકિંગ' (BGP Hijacking) દ્વારા ભારતની બહાર પણ લાખો યુઝર્સ માટે ટેલીગ્રામનો એક્સેસ રોકી રહી છે. આ વૈશ્વિક ગરબડ પાછળ ફેસબુકની પેરન્ટ કંપની મેટા (Meta) નો હાથ હોવાની આશંકા પણ ટેલીગ્રામ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

એક્સ પર પોસ્ટ કરતા ટેલીગ્રામ સીઈઓ પાવેલ દુરોવે લખ્યું કે, ‘ભારતીય ટેલિકોમ કંપની રિલાયન્સ BGP હાઇજેકિંગ દ્વારા ભારતની બહાર લાખો યુઝર્સ માટે ટેલીગ્રામનું એક્સેસ બ્લોક કરી રહી છે. આ ગરબડ જાણીજોઈને કરવામાં આવી હોય તેવું લાગે છે, કારણ કે રિલાયન્સે આ અંગેના અસંખ્ય રિપોર્ટ્સને નજરઅંદાજ કર્યા છે. આ કદાચ બિઝનેસ કોમ્પિટિશનનો એક ભાગ હોઈ શકે છે તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે રિલાયન્સમાં વોટ્સએપ (WhatsApp) ની માલિકી ધરાવતી કંપની મેટા (Meta) નો પણ હિસ્સો છે.

વૈશ્વિક નેટવર્ક ઓપરેટર્સને શું અપીલ કરવામાં આવી?

પાવેલ દુરોવનું કહેવું છે કે, ‘ગ્લોબલ ઇન્ટરનેટ રૂટિંગનો આ પ્રકારનો દુરુપયોગ અત્યંત ચિંતાજનક છે. જો ભારતમાં ટેલીગ્રામ પર પ્રતિબંધ મુકવા પાછળ પણ રિલાયન્સ કે વોટ્સએપનો હાથ હોય, તો મને કોઈ નવાઈ નહીં લાગે." તેમણે વૈશ્વિક નેટવર્ક ઓપરેટર્સને અપીલ કરી છે કે તેઓ જિયો તરફથી આવતા આવા અનઓથોરાઇઝ્ડ BGP એનાઉન્સમેન્ટ્સને રિજેક્ટ કરે! પરંતુ આગળ શું થશે તે જોવાનું રહેશે. વૈશ્વિક નેટવર્ક ઓપરેટર્સ તેમની વાતને માનશે કે કેમ તે પણ એક સવાલ બની ગયો છે. 

કોણ છે પાવેલ દુરોવ? 

પાવેલ ડુરોવ ટેક દુનિયાનું એક બહુ મોટું નામ છે. વર્ષ 2014 માં પાવેલ દુરોવે ટેલીગ્રામ એપ શરૂ કરી હતી. રશિયામાં જન્મેલા દુરોવ પાસે હાલ ફ્રાન્સ અને યુએઈની બેવડી નાગરિકતા છે. વર્ષ 2006માં માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેમણે રશિયાનું સૌથી મોટું સોશિયલ નેટવર્ક 'Vkontakte' બનાવ્યું હતું, જેના કારણે તેમને રશિયાના માર્ક ઝુકરબર્ગ કહેવામાં આવે છે. ટેક દુનિયામાં તેમનું નામ ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે.ય 

સરકારે શા માટે ટેલીગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકારનો આરોપ છે કે નકલખોર અને ઠગ ટોળકીઓએ NEET પરીક્ષાનું પેપર લીક થવાની ખોટી અફવાઓ અને ભ્રામક માહિતી ફેલાવવા માટે આ મેસેજિંગ પ્લેટફોર્મનો વ્યાપક દુરુપયોગ કર્યો હતો. પેપર લીકની અફવાઓ રોકવા અને વિદ્યાર્થીઓને ભ્રમિત થતા બચાવવા માટે આ ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે.