મુંબઈઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને માત આપીને T20 વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી. વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ દરેક ખેલાડીઓએ પોતાની રીતે સેલિબ્રેશન કર્યું હતું. અમદાવાદમાં મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ પોતાના વતન પહોંચ્યા હતા. મેચ પૂરી થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પિચની માટીને પોતાના માથે લગાવી હતી. એનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવે મીડિયા સાથેની વાતચીતમાં પોતાની ફિલિંગ્સ વ્યક્ત કરી છે.
અમને ફરીથી મોકો મળ્યો હતો.
સૂર્યકુમાર યાદવે કહ્યુંહ હતું કે મેચ જીત્યા બાદ ઘણું સારૂ લાગી રહ્યું છે. 2023 અમે આ જ સ્ટેડિયમમાં કંઈ મેળવી શક્યા ન હતા. પછી વર્ષ 2026માં આ જ સ્ટેડિયમમાં અને ફરી એકવાર એક ગોલ્ડન ચાન્સ મળ્યો હતો. હવે ખૂબ જ સારૂ લાગી રહ્યું છે. પાકિસ્તાન સામેની મેચ અંગે સૂર્યકુમારે જણાવ્યું હતું કે, મેં મારી ટીમને કહ્યું હતું કે, આપણે કોલંબોમાં બેસ્ટ પર્ફોમ કરીશું. અમારૂ કામ બેસ્ટ ક્રિકેટ રમવાનું છે, જે અમે આગળના સમયમાં પણ યથાવત રાખીશું. અમે એ મેચમાં અમારૂ બેસ્ટ આપ્યું છે.
ICC
શા માટે માટીને માથે લગાવી?
સૂર્યા કુમાર યાદવે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થશે તો એમનો પણ અવશ્ય સવાલ હશે કે, જે રીતે રોહિત શર્માએ માટી ખાધી હતી એ જ રીતે તમે એ માટીને માથે લગાવી હતી. આ માટે હું એટલું કહીશ કે, કદાચ વડા પ્રધાન મોદી પોતાના કાર્યમાં વ્યસ્ત હશે પણ ખેલાડીઓને એમને મળવાનો ચાન્સ તો અવશ્ય મળે છે.
બારબાડોસમાં રોહિતભાઈએ માટી ખાધી હતી, કારણ કે ત્યાં કેડબરી જેવી નરમ માટી નીકળે છે, પણ અમદાવાદમાં કંઈ ખાસ નીકળ્યું નથી પણ પિચ ખૂબ સારી હતી. મેં માટી માથે એટલા માટે લગાવી કારણ કે, એ માટીને હું નજીકથી સ્પર્શવા માગતો હતો.