Fri Apr 17 2026

Logo

મફતની રેવડી વહેંચવાનું બંધ કરો! ફ્રી વીજળી અંગે સુપ્રીમ કોર્ટે આ રાજ્યને લગાવી ફટકાર

2026-02-19 15:10:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: ચૂંટણી પહેલાના મતદારોને રીઝવવા રાજકીય પક્ષો અને રાજ્ય સરકારો દ્વારા લોકોને મફતમાં વસ્તું કે સેવાનો આપવાની જાહેરાતો જાણે એક પ્રથા બની ગઈ છે, આવા વાયદાઓને કારણે રાજ્યની તિજોરી પર ભારે બોજ પડે છે. એવામાં આજે ગુરુવારે સવારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો દ્વારા થતી ‘ફ્રી બીઝ’ની જાહેરાતો સામે કડકાઈ બતાવી હતી. કોર્ટે કહ્યું કે જો રાજ્યો મફત ખોરાક અને મફત વીજળી આપતા રહેશે તો, તેઓ ખારેખરા વિકાસ કર્યો માટે ભંડોળ જ નહીં બચે.

આ વર્ષે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એ પહેલા તમિલનાડુ સરકારે મફત વીજળી પૂરી પાડવાની યોજનાની જાહેરાત કરી હતી. તમિલનાડુ સરકારના આ પ્રસ્તાવ સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.
સુપ્રેમે કોર્ટે કહ્યું જેઓ આવી ઉપયોગિતાઓ અને સેવાઓ માટે પૈસા ચૂકવી શકે છે, તેમના માટે 'મફત'ની સેવાનું આડેધડ વિતરણ, કામ કરવાને બદલે મફતના પુરસ્કાર લેવા માટેની ટેવ પાડશે.

કોર્ટે તમિલનાડુ રાજ્ય સરકારને સવાલ કર્યો કે આ યોજના "છેલ્લી ઘડીએ" શા માટે જાહેર કરવામાં આવી? કોર્ટે કહ્યું કે આ નિર્ણયને કારણે વીજ વિતરણ કંપનીઓને ટેરિફ અને બજેટ ગણતરીઓમાં મુશ્કેલી પડી રહી છે.

ફ્રી કલ્ચર ઉભું થઇ રહ્યું છે:
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, "આપણે દેશમાં કેવા પ્રકારની સંસ્કૃતિને સમર્થન આપી રહ્યા છીએ? તમે સવારે મફત ખોરાક આપવાનું શરૂ કરશો... પછી મફતની સાઈકલ... પછી મફત વીજળી... અને હવે આપણે એવા તબક્કામાં પહોંચી રહ્યા છીએ જ્યાં આપણે સીધા લોકોના ખાતામાં રોકડ ટ્રાન્સફર કરીએ છીએ... જેમને આ સુવિધાઓ પરવડતી નથી તેમના માટે વેલફેર સિસ્ટમના ભાગ રૂપે, જો મફત આપવામાં આવે તો યોગ્ય છે.”

મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું, "એવા બાળકો છે જેમને શિક્ષણ પરવડી શકે એમ નથી. તો રાજ્યએ તેમને શિક્ષણ પૂરું પાડવું જોઈએ... તે રાજ્યની ફરજ છે. પરંતુ જેઓ સમૃદ્ધ છે, કોઈપણ પ્રકારની મફત ભેટ પહેલા તેમના ભાગે જાય છે, આ ખોટું છે. શું રાજ્યોએ આ નીતિના માળખા પર પુનર્વિચાર કરવાનો સમય નથી?"