Thu Jul 23 2026

Logo

દક્ષિણ ગુજરાત સવારથી વરસાદમાં તરબોળ, 21 જિલ્લામાં મેઘમહેર, જાણો આંકડા

2026-06-22 12:21:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Image


સુરતઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં 21 જિલ્લામાં મેઘમહેર થઈ છે. વલસાડ અને અરેઠ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.

કયા તાલુકામાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, વલસાડ તાલુકામાં 1.18 ઇંચ, સુરતના અરેઠમાં 1.02 ઇંચ, સુરત શહેરમાં 0.59 ઇંચ, વાલોડમાં 0.55 ઇંચ, મહુવા(સુરત)માં 0.47 ઇંચ, ખેરગામમાં 0.47 ઇંચ, પારડીમાં 0.31 ઇંચ, કામરેજમાં 0.24 ઇંચ, જલાલપોરમાં 0.24 ઇંચ, ગણદેવીમાં 0.24 ઇંચ, પલસાણામાં 0.20 ઇંચ, ડોલવણમાં 0.20 ઇંચ, સોનગઢમાં 0.16 ઇંચ, વ્યારામાં 0.12 ઇંચ, નવસારીમાં 0.08 ઇંચ, નીઝરમાં 0.08 ઇંચ, માંડવીમાં 0.04 ઇંચ, અંબિકામાં 0.04 ઇંચ, ચીખલીમાં 0.04 ઇંચ, ઉચ્છલમાં 0.04 ઇંચ, ઉકાઈમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં આજે 18 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે રાજ્યના 22 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં 27 જૂન સુધી કયા જિલ્લામાં વરસાદની છે આગાહી
રાજ્યમાં ચોમાસાના આગમન માટે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતા વિલંબથી આગળ વધી રહ્યું છે. બે દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી શકે છે. 24 અને 25 જૂન દરમિયાન વલસાડ અને ડાંગ સહિતના સરહદી જિલ્લામાં મેઘરાજાનું આગમન થવાની શક્યતા છે.

હવામાન વિભાગે 23 થી 27 જૂન દરમિયાન અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.