નવી દિલ્હીઃ મિડલ-ઑર્ડર બૅટ્સમૅન શ્રેયસ ઐયર હવે ભારતનો નવો ટી-20 કૅપ્ટન છે અને આજે બેલફાસ્ટમાં આયરલૅન્ડ સામેની મૅચથી તે ટી-20 સુકાની તરીકે ડેબ્યૂ કરશે, પરંતુ એ પહેલાં તેણે સોશ્યલ મીડિયા પર અસંખ્ય ચાહકોને ચોંકાવી દીધા છે.
સોશ્યલ મીડિયા પર શ્રેયસે કંઈક એવું કર્યું જે જોઈને તેના ફૅન્સ હેરાન-પરેશાન થઈ ગયા છે. વાત એવી છે કે શ્રેયસે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર બીજી જન્મતારીખ (DOB) બતાવી છે! શ્રેયસે પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું, `બીજી ડેટ ઑફ બર્થઃ 25-12-2025.'
🚨 Shreyas Iyer has changed his Instagram bio. 🤯
— Soman. (@Shreyasian96) June 25, 2026
Second DOB : 25.12.2025 pic.twitter.com/yLu8wbxUSU
હવે સવાલ એ છે કે તેણે આવું કર્યું શા માટે? શ્રેયસ (Shreyas)ની બીજી જન્મતારીખનો શું મતલબ છે? તો હવે આપણે જાણી લઈએ એનું કારણ...
શ્રેયસે શા માટે બીજી જન્મતારીખ લખી?
શ્રેયસ ઐયરે પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં બીજી જન્મતારીખ કેમ લખી એની કોઈ રીતે સત્તાવાર પુષ્ટિ નથી મળી, પણ 25 ડિસેમ્બર, 2025 તેની કારકિર્દીમાં ખૂબ અગત્યની માનવામાં આવે છે. વાસ્તવમાં આ દિવસ એ છે જ્યારે તેણે ઑસ્ટ્રેલિયામાં ગંભીર ઈજા થયા બાદ ફરી પ્રૅક્ટિસ શરૂ કરી હતી. તેના એક ચાહકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ વિશે લખ્યું, `25-12-2025 એ દિવસ હતો જ્યારે શ્રેયસ ઐયરે જીવલેણ ઈજાને માત આપીને ફરી બૅટ હાથમાં લીધું હતું. આ તેમના જીવનનો નવો અધ્યાય છે. કદાચ આ જ કારણ છે કે `નંબર 25' તેમના જીવનમાં મહત્ત્વનો છે. એ ઘટના પછી શ્રેયસ ઐયર વધુ આધ્યાત્મિક થઈ ગયા છે.'