Thu Jun 25 2026

Logo

હવાઈ મુસાફરો માટે સારા સમાચાર: ફ્લાઈટ ટિકિટ સસ્તી થવાના સંકેત, સરકાર લેશે મોટો નિર્ણય

2026-06-25 20:14:49
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ દરેક ચીજવસ્તુઓમાં મોંઘવારીનો ડામ લાગ્યો છે. મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. ફ્યુઅલ ચાર્જિસમાં વધી ગયેલી કિંમતની સીધી અસર એવિએશન ઈન્ડસ્ટ્રી પર થઈ છે. હવે એક ચોક્કસ સમયગાળા બાદ એવિએશન ટર્બાઈન ફ્યુઅલની (ATF) કિંમતમાં સ્થિરતા આવતા ફ્લાઈટની ટિકિટ સસ્તી થાય એવા એંધાણ છે. એરલાઈન્સની વધી રહેલી એર ટિકિટ, વધારાના કેટલાક ખર્ચાઓ અને ભાડા-સામાન ભાડા અંગે વધુ એકવાર મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ જાય એની પૂરી શક્યાતઓ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આ સ્થિતિ પર એક વાત કહી હતી. 

નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન

મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર સતત ફ્યૂઅલની કિંમત પર નજર રાખી રહી છે.માત્ર કિંમત પર વૉચ રાખવાની જ વાત નથી પણ દેશમાં જે તે એરલાઈન્સ કંપનીઓ સાથે પણ વાતચીત કરી રહી છે.મિડલ ઈસ્ટમાં વધેલા તણાવગ્રસ્ત માહોલને કારણે સમગ્ર એવિએશન ઈન્ડસ્ટ્રી પર માઠી અસર થઈ હતી. 

વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે સરકારે એવિએશન ક્ષેત્રમાં થોડી રાહત મળી રહે એ પ્રકારનું આયોજન કર્યું છે. આ માટે કેટલાક એક્શન લેવાના પણ શરૂ થઈ ગયા છે. ખાસ કરીને ડૉમેસ્ટિક ફલાઈટ માટે ATFની કિંમતને કંટ્રોલ કરવા પગલાં લેવાયા છે, એરપોર્ટ ફેરમાં રાહત આપવાનો પણ સરકારનો વિચાર છે. 

આ ઉપરાંત ઈમરજન્સી ક્રેડિટ લિંકેજ યોજના અંતર્ગત સહાયતા આપવાના મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો જે તે એવિએશન કંપનીને થવાનો છે. જેવા વૈશ્વિક સ્તર પર ATFની કિંમતમાં સ્થિરતાના સંકેત મળશે તો પ્રવાસીઓને સસ્તી હવાઈ યાત્રાનો લાભ અવશ્ય મળી રહેશે. 

સમજવા જેવું છે ગણિત

હાલમાં કેન્દ્ર સરકાર વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં થઈ રહેલા ફેરફારના આધાર પર ATFની સમીક્ષા કરી રહી છે. ATFનો એરલાઈન્સના ઑપરેશનલ ખર્ચનો ભાગ સૌથી વધારે હોય છે. જ્યારે વૈશ્વિક સ્તરે આની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે એવિએશન ક્ષેત્રે જે તે એરલાઈન્સને સૌથી વધારે અસર થાય છે. ખાસ કરીને ઈન્ટરનેશનલ ઑપરેશનમાં વાપરવામાં આવતા ફ્યૂઅલને લઈ જ્યારે વિમાનમાં એ ઈંધણ ફૂલ કરવામાં આવે ત્યારે જે તે સમયની કિંમતે ખર્ચ વધી જાય છે. 

બીજી બાજુ જે તે એવિએશન કંપની જે તે રૂટની ફ્લાઈટ માટે એક એક રિઝર્વ ફ્યૂઅલ મેઈનટેન કરતી હોય છે. આ જ કારણે જ્યારે ATFમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે એર ટિકિટ પર એની સીધી અસર થાય છે. 
કિંમત વધતા તે મોંઘી બની જાય છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ચાર મહિના એવિએશન ક્ષેત્રની અનેક એવી ફ્લાઈટ અને કંપનીઓ માટે પડકારરૂપ રહ્યા હતા. વધી રહેલા ઑપરેશનલ ખર્ચ અને ફ્યૂલ પ્રાઈસને ધ્યાને લેતા કેટલાક રૂટ પર વધેલા નવા ભાવ સાથે ટિકિટના ભાવની રકમ ઘણી વધારે વસૂલવામાં આવતી હતી.

ઑપરેશનલ કોસ્ટ ઘટશે તો ફાયદો

સરકાર હવે સમીક્ષા એ કરી રહી છે કે, ઑપરેશન કોસ્ટમાં કેવી રીતે રાહત આપી શકાય, આ રાહતથી એર ટ્રાવેલર કેવી રીતે ફાયદો કરાવી શકાય. સમયાંતરે ફ્લાઈટથી ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ સુધી આ રાહત કેવી રીતે પહોંચાડી શકાય. સામાન્ય રીતે ફ્લાઈટ ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ એડવાન્સમાં બુકિંગ કરીને જે તે ફ્લાઈટ બુક કરાવતા હોય છે. આવા સમયે જ્યારે ફ્યૂઅલ પ્રાઈસ વધી જાય છે ત્યારે એકાએક જે તે કંપની ભાવ વધારી દે છે. 

હવે એક ચોક્કસ સમયના બ્રેક બાદ ATFની કિંમતમાં એક સમય સુધી ઘટાડો થતો જોવા મળ્યો છે. સરકાર પોતાની ટીમ સાથે એ નક્કી કરવા માગે છે કે,આ ઘટાડો છે એ અસ્થાયી નથી પણ લાંબા સમય સુધી ફિક્સ રહે એ ફીગર સુધી પહોંચ્યો છે. હવે જો ઈંધણની કિંમત એક લાંબા સમય સુધી સ્થિર રહે છે તો એરલાઈન્સ સાથે ચર્ચા કરવી અનિવાર્ય છે. પછી જે તે એરલાઈન્સ માટે ટિકિટ ભાડુ ઓછું કરવા પગલાં લેવાઈ શકાશે.