ગૉલઃ અહીં શ્રીલંકા-એ સામે ગુરુવારે શરૂ થયેલી ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટ મૅચમાં ઇન્ડિયા-એ ટીમે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટે 333 રન બનાવ્યા હતા જેમાં ઓપનર સાઇ સુદર્શન (132 રન, 175 બૉલ, 19 ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. બીજા બે બૅટ્સમેને હાફ સેન્ચુરી ફટકારી હતી.
આઇપીએલ-2026ના સિતારા સુદર્શન (SUDARSHAN)એ સાથી ઓપનર આયુષ પાન્ડે (64 બૉલમાં પચીસ રન) સાથે 82 રનની અને ત્યાર બાદ ઋતુરાજ ગાયકવાડ (53 બૉલમાં બાવીસ રન) સાથે 85 રનની ભાગીદારી કરી હતી.
217 રનના કુલ સ્કોર પર સુદર્શનની ચોથી વિકેટ પડી ત્યાર બાદ કૅપ્ટન-વિકેટકીપર ધ્રુવ જુરેલ (68 નૉટઆઉટ) અને શેખ રાશીદ (53 નૉટઆઉટ)ની જોડીએ બાજી સંભાળી લીધી હતી અને રમતના અંત સુધીમાં તેમણે ક્રીઝમાં ટકી રહીને પાંચમી વિકેટ માટે 116 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
ઇન્ડિયા-એ (India-A) ટીમે તાજેતરમાં જ શ્રીલંકામાં `એ' સ્તરની ટીમો વચ્ચેની ટ્રાઇ સિરીઝ જીતી લીધી હતી. શ્રીલંકા-એ સામે કુલ બે ટેસ્ટ રમાવાની છે.