Mon Oct 05 2026

Logo

બેરસ્ટૉએ ફેંકેલો બૉલ અકસ્માતે સાથી ફીલ્ડરને વાગ્યો અને બધા ખૂબ હસી પડ્યા!

London   2026-09-05 19:15:33
Author: Ajay Motiwala
બેરસ્ટૉએ ફેંકેલો બૉલ અકસ્માતે સાથી ફીલ્ડરને વાગ્યો અને બધા ખૂબ હસી પડ્યા!

લંડનઃ અહીં ઓવલના મેદાન પર શુક્રવારે સરે કાઉન્ટી ટીમના વિજય સાથે પૂરી થયેલી મૅચમાં યૉર્કશરના વિકેટકીપર જૉની બેરસ્ટૉએ ફેંકેલો બૉલ સ્લિપમાં ઊભેલા ખેલાડી ફીલ્ડરને અકસ્માતે ગ્રોઇન (Groin) પર વાગ્યો હતો. એ ફીલ્ડર બૉલ વાગતાં જ નીચે બેસી પડ્યો હતો અને ઘાસમાં પટકાયો હતો, પણ બેરસ્ટૉ (Bairstow) અને સાથી ખેલાડીઓ ખૂબ હસ્યા હતા.

ગ્રોઇન એટલે ગુપ્તાંગ નજીક પેટ અને જાંઘ વચ્ચેનો ભાગ અને એ હિસ્સા પર સ્લિપ ફીલ્ડરને બેરસ્ટૉએ ફેંકેલો બૉલ વાગ્યો હતો. બન્યું એવું કે કાઉન્ટી ચૅમ્પિયનશિપની આ મૅચમાં યૉર્કશરના ફાસ્ટ બોલરે ગુડ લેન્ગ્થ બૉલ ફેંક્યો હતો જેને રમવાની લેફ્ટ-હૅન્ડેડ બૅટ્સમૅને કોશિશ કરી, પણ બૅટને બૉલ સાથે કનેક્ટ નહોતો કરી શક્યો અને અને સ્ટમ્પ્સની પાછળ ઊભેલા બેરસ્ટૉએ બૉલ કલેક્ટ કરી લીધો હતો. 

નવો બૉલ ફેંકાવાને થોડી વાર હતી એટલે બેરસ્ટૉએ અજાણતાં જ બૉલ ડાબી તરફ સ્લિપમાં ઊભેલા ફીલ્ડર તરફ ફેંક્યો હતો. જોકે એ ફીલ્ડરનું બેરસ્ટૉ પર કે બૉલ પર ધ્યાન નહોતું. બેરસ્ટૉએ ફેંકેલો બૉલ સીધો તેને ગ્રોઇન પર વાગ્યો હતો અને તે બેસી પડ્યો હતો. તે ઘાસમાં પડતાં જ ખુદ બેરસ્ટૉને પોતાની ભૂલ સમજાઈ હતી અને તે ખૂબ હસ્યો હતો.

યૉર્કશરે પ્રથમ દાવમાં 165 રન બનાવ્યા બાદ સરેની ટીમ ફક્ત 83 રનમાં આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં યૉર્કશરના ફક્ત 82 રન બન્યા બાદ સરેએ 185 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.