Thu Apr 30 2026

Logo

રિયાન પરાગને 'સ્મોકિંગ' કરવાનું ભારે પડ્યુંઃ બીસીસીઆઈ કરી મોટી કાર્યવાહી

2026-04-30 16:36:00
Author: Mumbai Samachar Team
Article Image

ચંદીગઢઃ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને સ્મોકિંગ કરવાની સજા મળી છે. ડ્રેસિંગરૂમમાં ઈ સિગારેટના કશ ખેંચવાની સજા મળી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટને આ ભૂલ પંજાબ કિંગ્સની સામે ચંદીગઢમાં રમાયેલી મેચ દરમિયાન કરી હતી. સોશિયલ મીડિયા પર રિયાન પરાગનો ઈ સિગારેટના કશ ખેંચતો વીડિયો વાયરલ થયો છે.આ પછી એમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. 

25 ટકા રકમ કાપી લેવાશે
ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટના કશ ખેંચવાની સજા પરાગને હવે મેચ ફીના 25 ટકા રકમ કાપી લેવામાં આવશે. આનો અર્થ એ થયો કે, એના પર 25 ટકા ફી કટઓફનો દંડ જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય એમના ખાતામાં એક ડીમેટ પોઈન્ટ પણ એડ કરાશે. IPL 2026માં રિયાન પરાગ પહેલા પણ બીજા કેટલાક કેપ્ટનને સજા ફટકારવામાં આવી છે. ઈ-સિગારેટના કશ ખેંચીને દંડ ભોગવનારા કેપ્ટન તરીકે પરાગ પહેલો ખેલાડી છે. IPL કોડ ઓફ કંડક્ટની કલમ 2.2 અંતર્ગત દોષિત માનવામાં આવ્યો છે. ખેલાડીએ મેચ રેફરી અમિત શર્માની સામે પોતાની ભૂલ સ્વીકારી છે. 

ડ્રેસિંગ રૂમમાં કેશ ખેંચવાની સજા
વર્ષ 2019થી ભારતમાં ઈ સિગારેટ પર પ્રતિબંધ છે. BCCIના નિયમ અનુસાર અમુક જગ્યાઓને બાદ કરતા સ્મોકિંગ અને વેપિંગ પર કડક પ્રતિબંધ છે. પરાગ ડ્રેસિંગ રૂમમાં કશ ખેંચતો હતો. હવે એમને સજા ફટકારવામાં આવી છે.વર્ષ 2020માં એરોન ફિંચ અને એબી ડિવિલિયર્સ પણ સિગારેટ પિતા પકડાયા હતા. પરાગે આ વખતેની ટુર્નામેન્ટમાં 9 મેચમાં 117 રન બનાવ્યા છે. 124.4નો એમને સ્ટ્રાઈક રેટ છે.સારી વાત છે કે, રિયાન પરાગની કેપ્ટનશિપમાં રાજસ્થાનની ટીમ બેસ્ટ પ્રદર્શન કરી રહી છે. બેટિંગ અને બોલિંગમાં રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડીઓનું પર્ફોમન્સ બેસ્ટ રહ્યું છે.