Sun Jun 14 2026

Logo

અયોધ્યા રામ મંદિરમાં પૂજારી કેવી રીતે બનાય? જાણો પગાર, લાયકાત અને પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા

2026-06-14 18:54:40
Author: Vimal Prajapati
Article Image

AI-Generated Image


અયોધ્યા: ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ, અયોધ્યા સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હાલમાં જ મંદિર સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ બાદ રામ મંદિર ફરી ચર્ચામાં છે. ઘણા ભક્તો અને વિદ્યાર્થીઓમાં એ જાણવાની જિજ્ઞાસા હોય છે કે આટલા પવિત્ર અને વિશાળ મંદિરના પૂજારી બનવા માટેની પ્રક્રિયા શું છે? તેમને કેટલો પગાર મળે છે અને કઈ લાયકાત હોવી જોઈએ? ચાલે આ અહેવાલમાં જોઈએ..

રામ મંદિરના પૂજારીઓનો પગાર કેટલો હોય છે?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિરના પૂજારીઓ અને અન્ય કર્મચારીઓને માસિક વેતન આપવામાં આવે છે. હોદ્દા મુજબ પગાર આપવામાં આવતો હોય છે. રામ મંદિરમાં મુખ્ય પુજારીનો માસિક પગાર 38,500 રૂપિયા હોય છે. સહાયક પુજારીના પગારની વાત કરવામાં આવે તો માસિક 33,000 થી 36,000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે કોઠારી અને ભંડારીને 19,000 થી 24,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પુજારીઓને માત્ર પગાર જ નહીં, પરંતુ સરકારી કર્મચારીઓની જેમ જ સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં મફત રહેવાની વ્યવસ્થા, ભોજપની વ્યવસ્થા, મફત આરોગ્યની સેવાઓ અને નિયમ મુજબ નક્કી કરેલી રજાઓ પણ આપવામાં આવતી હોય છે. 

પસંદગી પ્રક્રિયા અને યોગ્યતા

રામ લલ્લાની સેવા કરવી એ માત્ર નોકરી નથી પરંતુ એક મોટી જવાબદારી છે, તેથી તેની પસંદગી પ્રક્રિયા ખૂબ જ કડક છે. ઉમેદવાર પરંપરાગત ગુરુકુળ કે વૈદિક સંસ્થામાંથી શિક્ષિત હોવો જોઈએ. તેને વૈદિક શાસ્ત્રો, ધાર્મિક પરંપરાઓ અને કર્મકાંડનું ઊંડું જ્ઞાન હોવું અનિવાર્ય છે. મંત્રોચ્ચાર અને અનુષ્ઠાનોની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ, ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ સંતો અને વૈદિક વિદ્વાનોની એક પેનલ બનાવવામાં આવે છે. આ વિદ્વાનો ઉમેદવારના વેદ જ્ઞાન અને ધાર્મિક આચરણની કસોટી કરે છે. ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોએ સીધા સેવા પર જતાં પહેલાં એક વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી પસાર થવું પડે છે, જેમાં મંદિરની વિશિષ્ટ પૂજા પદ્ધતિઓ શીખવવામાં આવે છે